સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં નવા વર્ષના પર્વ અને ભાઈબીજના પર્વ પર હરિભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તો વળી નવા વર્ષના દિવસે ભવ્ય અન્નકૂટ સાથે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત 2078ના આગમન ટાંણે દરેક મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલમાં પણ હરીભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. રજાઓનો માહોલ હોવાથી દક્ષિણ, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી હજારો હરીભક્તો વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા આવી પહોંચ્યા છે. નવા વર્ષના દિવસે અને ભાઈબીજના પવિત્ર દિવસે મંદિર પરિસરમાં હરિભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ભગવાનને સુંદર ઘરેણાં વસ્ત્રો અલંકાર રચવામાં આવતા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાથે સાથે વિવિધ વાનગીઓના થાળ પણ ધરાવી અન્નકૂટ ભર્યો હતો.
આ ઉપરાંત શનિવારે ભાઈબીજના દિવસે પણ અહીંયા ભક્તોનો એટલો જ ઘસારો જોવા મળ્યો છે. આ દિવસે પણ હજારો હરિભક્તોએ ભગવાનના ઔલોકિક દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાથે સાથે ગતરોજ રવિ સભાનું પણ આયોજન થયું હતું. જેમાં આચાર્યશ્રી પૂ. રાકેશપ્રસાદજી મહારાજ તથા વડીલ સંતો ઉપસ્થિત રહી નવા વર્ષના આર્શીવચન પાઠવ્યાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.