તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વરસોથી મુંબઇમાં રહેતી પરિણીતાનો પતિ ગૂમ થયા બાદ બીજા પતિએ પણ મારપીટ કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતાં નિરાધાર થતાં બે સંતાનોને લઇને દરદરની ઠોકરો ખાતી ઠાસરા આવી આત્મહત્યાનો વિચાર કરી ઘરેથી મહિલા નીકળી ગઇ હતી. માનસિક રીતે ભાંગી પડેલી મહિલાએ નડિયાદ 181 અભયમ્ ટીમનો સંપર્ક કરતાં કાઉન્સેલર સુરેખાબેન મકવાણા સહિતનાએ તેને જિંદગી અમૂલ્ય છે અને બાળકો માટે જીવવું જોઇએ તેવી સમજણ આપી આપઘાત કરતી અટકાવી લીધી હતી.
આ અંગે નડિયાદ-ખેડા અભયમ્ 181 ના કાઉન્સેલર સુરેખાબેન મકવાણાએ કહ્યું કે, મૂળ ખેડા જિલ્લાના અને વરસોથી મુંબઇ સ્થાયી પરિણીતા બે સંતાનની માતા બની હતી. બે બાળકો અને પતિ સાથે સુખી જીવન પસાર કરતી પરિણીતાનો પતિ અચાનક જ ગૂમ થઇ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં તેની કોઇ ભાળ મળી ન હતી. તેણીને બે બાળકોને ખવડાવવાના ફાંફા પડવા માંડ્યા હતા. આસપાસના રહીશો ખાવાનું આપી જતાં હતા.
થોડાક દિવસ ભૂખ્યાં રહેવાની નોબત આવી હતી. દરમિયાનમાં પીડિતાએ બીજા પતિનો સહારો લીધો હતો. જેણે તેના બે બાળકોને સાચવવાની બાંહેધરી આપી હતી. તેણીએ બીજા પતિથી ચાર દીકરીને જન્મ આપ્યો હતો. તેથી તેનો પતિ દારૂ પીને તેણીને મારઝુડ કરતો હતો. તેના સાસુ તથા જેઠ પણ ત્રાસ આપતાં હતા. પીડિતાને મકાનના ધાબા પર તંબુ બાંધીને રાખતાં હતા. ખાવા-પીવાનું નહી આપી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતાં કંટાળી જઇ તેણીએ ત્યાંથી ચાલતી પકડી હતી.
પીડિતા ઠાસરા બાજુ આવી ચડી હતી. દરમિયાનમાં શારીરિક અને માનસિક રીતે કંટાળી જઇ પીડિતાએ આત્મહત્યા કરવાનો વિચાર કરી નડિયાદ આવી ગઇ હતી. જ્યાં કોઇ સેવાભાવીએ તેની વેદના સાંભળી તેણીનો સંપર્ક અભયમ્ 181 સાથે કરાવી દીધો હતો. જ્યાં કાઉન્સેલર સુરેખાબેન મકવાણાએ તેને અણમોલ જીવન જીવવા શાંત્વના આપી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.