તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:ખેડાના ગળતેશ્વર પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ

નડિયાદ21 દિવસ પહેલા
  • ગળતેશ્વર પંથકના કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ

ખેડા જિલ્લામાં આ વખતે વહેલો વરસાદ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જુન માસની શરૂઆતે જ વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર ખેડા જિલ્લામાં આજે વહેલી સવારે ઘાઢ વાદળો છવાયેલા જોવા મળ્યા છે. જ્યારે ગળતેશ્વર તાલુકામાં તો ધીમીધારે વરસાદ પણ વરસ્યો છે.

ગળતેશ્વર પંથકમાં ગુરુવારની પરોઢીયે વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. અહીંયા તેજ પવન અને વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. પવન ફૂંકાતાંજ આ પંથકના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. તો વરસાદના પગલે ગરમીથી ત્રસ્ત બનેલા લોકોને થોડા સમય માટે રાહત મળી હતી.

ખેડા જિલ્‍લા ડીઝાસ્‍ટર વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ આજે માત્ર વહેલી સવારે ગળતેશ્વર પંથકમાં જ 2 મીમી જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકામાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ગળતેશ્વરમાં બદલાયેલા વાતાવરણને કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...