ફરીયાદ:વડતાલમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામસામે 12 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

વડતાલના મહેશભાઈ વણઝારાએ જણાવ્યુ છે કે, તેમના ભાઈ સરદારભાઈ અને ડમ્ફરચાલક રમેશભાઈ ડમ્ફર પાર્કિંગમાં મુકતા હતા, તે સમયે જીવરાજીયા પુરામાં રહેતા માણસોનું ટોળુ હાથમાં લાકડી અને ડંડા લઈને આ‌વ્યા હતા. ટોળાએ ગમે તેમ ગાળો બોલી અને ફરીયાદીના ઘર પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. આ ટો‌ળામાં મીતેશ ઉર્ફે શેરવો પરમાર સહિતના શખસોએ હુમલો કર્યો હતો. પથ્થરમારામાં મહેશભાઈ વણઝારાને ઈજા થઈ હતી.

બીજીતરફ લાલજીભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં પોલીસના જણાવ્યા મુજબ બ્રેક મારવા બાબતે સરદારભાઈ સહિતના લોકો સાથે થઈ હતી. જ્યાં સામાન્ય બાબતમાં સરદારભાઈ, રાહુલભાઈ, રોહિતભાઈ અને પિન્ટુભાઈ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. બંને જૂથ વચ્ચે મારામારી થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષની ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...