મહેમદાવાદના દેવકીવણસોલ તાબે આવેલ ગોકળપુરામાં રહેતા કિરીટસિંહ તેમના કાકા ગુલાબસિંહ ગત તા.3 માર્ચના રોજ દુકાનની વસ્તી કરી વકરાના પૈસા આશરે રૂ. 1 લાખ બેગમાં મૂકી મોટર સાયકલ પર ઘરે જવા માટે નિકળ્યા હતા. તે સમયે અડધો કિમી પહોચતા મોટર સાયકલ લધુશંકા કરવા માટે ઉભી રાખતા પાછળથી એક મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ તેઓની આંખોમાં કોઇ કેમિકલ જેવો પાવડર નાખી તેમની પાસે રહેલ રોકડ રૂપિયા ભરેલ પૈસાનો થેલો આંતરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
આ સમયે એક વ્યક્તિને તેઓએ ઝડપી પાડયો હતો જ્યારે બે વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ઝડપાયેલ અખીલેશ મીણા રહે, કેસરીયાજી રાજસ્થાન અને અન્ય બે વ્યક્તિઓ વિરુધ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ટીમે અશીલેશનો કોવિડ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ નેગેટીવ આવતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.