તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપડવંજના કાપડીવાવ-સિંકદર પોરડા રોડ ઉપર ગઇકાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 યુવાનોના કરુણમોત નિપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મોડી રાત્રે ઘરે પરત જવા માટે યુવાનોએ પોતાના કૌટુંબિક ભાઈને બાઈક લઈને કાપડીવાવ પાસે બોલાવ્યો હતો. ત્યાર પછી જ્યારે તેઓ પાછા વળી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારી દીધી હતી. જેના કારણે ત્રણ યુવકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે પોલાસે આગળ કાર્યવાહી કરતા ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ત્રણેય યુવાનોના ઘટના સ્થળે મોત
કપડવંજના કાપડીવાવ-સિંકદર પોરડા રોડ ઉપર ગત મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ રોડ ઉપર આવેલા સુરજ હોટલ પાસે એક બાઈકને સામેથી અચાનક એક અજાણ્યા વાહને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણેય યુવાનો ગંભીર રીતે જમીન ઉપર પટકાઈ ગયા હતા. આ દ્રશ્ય જોતા ટક્કર મારનાર વાહન ચાલક તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. રોડ પર પટકાયેલા ત્રણેય યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
આસપાસના લોકોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા તે અકસ્માતના સ્થળે આવી પહોંચી હતી. તેમણે રણછોડ વાઘેલાની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી દીધી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો નામ
તમામ યુવાનો એકજ ગામના હતાઃ પી. આઈ- જે. કે. રાણા
આ અકસ્માતના બનાવમાં કપડવંજ ગ્રામ્ય પી. આઈ. જે. કે. રાણાનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે, ઉપરોક્ત મૃત્યુ પામનાર તમામ યુવાનો એકજ ગામના હતા અને તેઓ કૌટુંબિક ભાઈઓ થાય છે. વધુમાં તેમણે માહિતી આપી કે મૃત્યુ પામનાર યુવાકોમાંથી એક યુવક ડ્રાઈવરની નોકરી કરે છે. અને ગઈકાલે રાત્રે ત્રણ પૈકી બે યુવાનો કાપડીવાવ પાસે આવેલા અમૂલના પ્લાન્ટ પાસે કામથી આવેલા ત્યાર પછી તેમણે ઘરે પરત જવા માટે પોતાના પિતરાઇ ભાઇને બાઈક લઇને બોલાવ્યો હતો અને પછી એક જ બાઈક ઉપર ત્રણેય યુવકો પોતાના ઘરે જવા માટે નિકળ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.