ખેડા જિલ્લામાં લૂંટના બનાવો વધી રહ્યાં છે. થોડા દિવસો પહેલા મહેમદાવાદની લૂંટ ઘટનાનો કોયડો હજી વણ ઉકેલ્યો છે, આ વચ્ચે ગત રાત્રે વધુ એક લૂંટના બનાવે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. અજાણ્યા ત્રણ શખ્સોએ પેટ્રોલપંપ પરની ઓફીસમાં ઘૂસી રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ મામલે કઠલાલ પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કઠલાલ પંથકની લાડવેલ ચોકડી પાસેના ડાકોર રોડ પર આવેલ એક પેટ્રોલપંપ પર ગત મધરાતે લૂટારુ ટોળકી ત્રાટકી લૂંટ ચલાવી છે. ઘાતક હથિયારો સાથે આ લૂટારુ ટોળકી આ પેટ્રોલપંપના ઓફીસમા બળઝબરી પૂર્વક ઘૂસી ઓફિસના ટેબલના ડ્રોવરમા મૂકેલા 1 લાખ 20 હજાર રોકડ લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટનામા પેટ્રોલપંપના કર્મીને પણ મારમારી ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત પેટ્રોલપંપની ઓફીસના કાચ તોડી નૂકશાન પણ કર્યુ હતું.
હાજર પેટ્રોલપંપના કર્મીના જણાવ્યા મુજબ આશરે 30થી 40 વયના આશરાના ત્રણ લોકો અહીયા ઘૂસી આ લૂંટ આચરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. આ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે વિવિધ દિશામાં તથા ટેકનીકલ કલુના આધારે લૂંટારુ ટોળકી સુધી પહોંચવા પ્રયાસો કર્યા છે. ખેડા જિલ્લામાં ફરી એક વખત લૂંટારુ ટોળકી સક્રિય થતા જીલ્લા વાસીઓમા ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.