તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કપડવંજથી દારૂની હેરાફેરી કરી રહેલા ત્રણ ઝડપાયા

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજથી પોલીસની ટીમે રેલિયા ચેકપોસ્ટ પરથી વાહનચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી કરી રહેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા. દારૂ અને બસ મળી કુલ રૂ.8,14,840 નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ રૂરલ પોલીસની ટીમ રેલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી.

આ સમયે મોડાસાથી કપડવંજ તરફ આવતી લક્ઝરી બસને રોકી તેમાં તપાસ કરતાં ડ્રાઇવર સીટની પાછળની સીટમાં, સોફાસીટ નીચેથી બે કંતાનના કોથળામાંથી વિદેશી દારૂના બે બોક્સ મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂની હેરાફેરીના ગુનામાં લક્ઝરી બસના ચાલક જગુભાઇ કોઠિયા, સેકન્ડ ડ્રાઇવર આરીફ મલેક તથા ક્લીનર શાહરૂખ દિવાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ.8,14,840 નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો