ચોરીનો ભેદ ઉકેલાયો:નડિયાદ પાસેથી નંબર વગરના બાઇક સાથે પકડાયેલા ચોર પાસેથી વધુ ત્રણ ચોરીના વાહનો મળ્યા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આગળની તપાસ હાથ ધરી

ખેડા એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે પકડી પડેલા વાહન ચોર પાસેથી વધુ ત્રણ ચોરીના વાહન મળી આવ્યા છે. પોલીસે કુલ ચાર બાઇક કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ખેડા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમીના આધારે ભરતભાઇ ઉર્ફે ભટ્ટી બુધાભાઇ ઠાકોર (રહે સુરાશામળ લાલુ વિસ્તાર, તા.નડિયાદ) કંજોડા ગામમાંથી એક નંબર વગરના હિરો હોન્ડા સાથે ઝડપી પાડ્યો હતો. જેની તપાસ કરતા આ ચોરીનો વાહન હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીની વધુ પુછપરછ કરતા આ ચોરે આ સિવાય બીજા અન્ય ત્રણ મોટરસાયકલોની ચોરી કરેલાની કબુલાત કરી છે. જેની પાસેથી કુલ 4 મોટરસાયકલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...