રોગચાળો:નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના વધુ ત્રણ દર્દી નોંધાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં આંશિક ઘટાડો

ખેડા જિલ્લામાં આજે રોગચાળાની સ્થિતિ મહદઅંશે સુધરી હોવાનું જણાયુ છે. જિલ્લામાં આજે ચિકનગુનિયાનો નવો કોઈ કેસ નોંધાયો નથી. જ્યારે નડિયાદને બાદ કરતા અન્ય કોઈ તાલુકામાં ડેન્ગ્યુનો નવો કેસ નોંધાયો નથી. એકમાત્ર નડિયાદ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના 3 દર્દી નોંધાયા છે. જેમાં મિશન રોડ, પુષ્પાંજલિ સોસયટ અને ગુરુદત્તાત્રેય સોસાયટીમાં નવા દર્દીઓ સામે આવ્યા છે.

જો કે, હજુ પણ વાઈરલ ફીવરની ઓપીડી સરેરાશ 150થી 200 જેટલી આવી રહી છે. ત્યારે અન્ય તાલુકાઓમાં પણ વાઈરલ ફીવરની સ્થિતિ હજુ કાબુમાં આવી નથી. બીજીતરફ ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તાર માંફોગીંગની કામગીરી સતત ચાલુ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. નડિયાદ શહેરમાં ગંદકીની સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર છે. જે વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યાં પાણી ભરાઈ રહેવાની પણ સમસ્યા છે. ત્યારે નગરપાલિકા પ્રશાસન દ્વારા તાત્કાલિક આ સંદર્ભે પગલા લેવાય તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...