મૂંગા પશુઓને બચાવાયા:મહુધાના અલીણા ચોકડી પાસેથી બે વાહનોમાં ક્રુરતાપૂર્વક 9 પશુઓને લઈ જતા ત્રણ ઈસમો પોલીસના હાથે ઝડપાયા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે ટેમ્પા મળી કુલ રૂપિયા 4 લાખ 13 હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચ્યા
  • બે જુદા-જુદા વાહનોમાં લઈ જવાતી સાત ભેંસો તેમજ બે પાડાઓને બચાવાયા
  • મહુધા પોલીસે પશુધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના મહુધા પંથકમાંથી પસાર થતાં બે વાહનોમાં ક્રુરતાપૂર્વક લઈ જવાતા 8 પશુઓને બચાવી લેવાયા છે. પોલીસે બે ટેમ્પા મળી કુલ રૂપિયા 4 લાખ 13 હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુધા પોલીસની ટીમ આજે સોમવારની સવારે અલીણા ચોકડી પર વાહન ચેકીંગ કરતી હતી. આ દરમિયાન લાડવેલ ચોકડી તરફથી પણસોરા તરફ જતાં પિક-અપ ટેમ્પો નં. GJ 7 TT7868ને ઉભો રખાવી તેની તલાશી લેતાં તેમાંથી ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધેલી 5 ભેંસો તેમજ બે પાડા મળી આવ્યા હતા.

આ ટેમ્પામાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. જેથી પોલીસે ટેમ્પા ચાલક સહિત બંન્નેની અટકાયત કરી પૂછપરછ કરતાં મુન્ના યાસીનમિયા બીન ફિદહુસેન્ન મન્સૂરી તેમજ અલ્લારખા ઇસિફુદિં ઉર્ફે ઇશાક બીન બાશિરુદ્દિન શેખ હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં પોલીસે ટેમ્પો તેમજ પશુઓ મળી કુલ રૂપિયા 2 લાખ 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સાથે સાથે અહીંયાથી પસાર થતાં છોટાહાથી નં. GJ 23 W8999માંથી પણ મૂંગા પશુઓને બચાવાયા છે. પોલીસે આ વાહનને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તેમાં પશુઓ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેની પાસે પશુઓની હેરાફેરીના કાગળો ન હતા. જેથી પોલીસે ટેમ્પામાં બાંધેલી બે ભેંસો તથા વાહન મળી કુલ રૂપિયા 1 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ટેમ્પા ચાલક વસીમ અકરમબીન નજીર હુસેન મલેકની અટકાયત કરી હતી. મહુધા પોલીસે આ બંને બનાવ અંગે ત્રણે આરોપીઓ સામે પશુધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...