તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:ખેડાના હરીયાળામાં અનાજ કરીયાણાંના વેરહાઉસમાં ત્રણ ઈસમોએ તેલના ડબ્બાની ચોરીનો કરવાનો પ્રયાસ આચર્યો

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વેરહાઉસના ચેકર, ટ્રક ડ્રાઈવર અને ટ્રકના ક્લીનર સામે ફરિયાદ નોંધવામાં આવી
 • ટ્રકમાંથી માલ ઉતારતા હતા ત્યારે 15 લિટરના 10 તેલના ડબ્બા ચોરીના ઈરાદે સાઈડમાં મૂકી દીધા હતા.

ખેડાના હરીયાળામાં ચોરીના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. ગામમાં અનાજ કરીયાણાંના વેરહાઉસમાંથી ત્રણ ઈસમોએ તેલના ડબ્બાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર વેરહાઉસમાં ટ્રકમાંથી માલ ઉતારતી વખતે ત્યાં કામ કરતા ચેકર, ટ્રક ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરે ભેગા મળીને 15 લિટરના 10 તેલના ડબ્બા તેમણે ચોરી કરવાના ઇરાદાથી બાજુમાં મુકી દીધા હતા. આ ધટનાની જાણ થતા વેરહાઉસના ઓપરેશન મેનેજરે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દીધી હતી.

ત્રણેય આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી
ખેડા તાલુકાના હરીયાળા ગામ ખાતે આવેલા સુમાર લોજીસ્ટીક પાર્કમાં અનાજ કરીયાણાંના વેરહાઉસમાં ગઈકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ ચોરીનો કરવાનો પ્રયાસ થયો હતો. સવારના દસ વાગ્યા થી સાંજના સાત વાગ્યાની વચ્ચેના સમયગાળામાં અહીં તેલના ડબ્બાઓ ઉતારતા હતા. તે સમયે વેરહાઉસના ચેકર જીગ્નેશ પરમાર (રહે. દંતાલી), ટ્રકના ડ્રાઈવર રાજુ ઠાકોર (રહે. ઉકાઇ) અને કલીનર આરીફે (રહે. નાંદોલીયા, કડી) સાથે મળીને ઉપરોક્ત 15 લિટરના તેલના ડબ્બા પૈકી 10 જેટલા ડબ્બા અલગ મૂકી દીધા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા 22હજાર જેટલી હતી. આ ત્રણેય લોકોએ બદ ઈરાદાથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ તમામ ઘટના ઉપર શંકા જતા વેરહાઉસના ઓપરેશન મેનેજર રાજેશ નાંગલે પોલીસને સંપર્ક સાધ્યો હતો અને ત્યાર પછી ખેડા શહેર પોલીસે આ ઘટના ઉપર ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો