તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મહુધાના નિઝામપુર નજીક આઇસરે ચાર વ્યક્તિઓને અડફેટે લેતાં એકનું મોત, ત્રણ ઘાયલ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિઝામપુરા નજીક આવેલી કેનાલ પર કપડાં ધોઇ પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો

ખેડાના મહુધાના નિઝામપુર નજીક એક આઇસરે ચાર વ્યક્તિઓને અડફેટે લેતા એક સાત વર્ષીય બાળકીનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મહુધા તાલુકાના નિઝામપુરામાં રહેતા ઇદાયતખાન પઠાણ, રસિદાબાનુ, ગુલનાજબીબી અને આરીફબાનુ ગત બપોરે નિઝામપુરા નજીક આવેલી કેનાલ પર કપડાં ધોવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા હતા. તે વખતે આઇસર (નંબર, GJ-6-ZZ-6009)ના ચાલકે રસ્તે ચાલતા જતાં ઉપરોક્ત ચારેય વ્યક્તિઓને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં આરીફાબાનુ (ઉં વ.07 )ને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત સંદર્ભે હેદરખાન પઠાણે મહુધા પોલીસ મથકમાં આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...