કાર્યવાહી:કપડવંજમાં જુગટું રમતાં ત્રણ ઝબ્બે

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ નગરના ડાંડિયાપુર, નવાઘરાં રોડ, તળાવની પાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટાફે રેઇડ પાડી હતી. જે દરોડામાં ગંજીપો ટીચતાં કપડવંજના જ વસીમ યુસુબમીંયા શેખ, ફજલબેગ મીર્ઝા, રણજીત ચૌહાણને પોલીસે રોકડ રૂ.1,840 તથા જુગાર રમવાના સાહિત્ય સહિતની મતા સાથે દબોચી લઇ કસ્ટડીમાં ધકેલી દીધાં હતા. પોલીસે ત્રણે શખસ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...