તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાનો હુકમ:મહોળેલમાં મારામારીના ગંભીર ગુનામાં ત્રણ આરોપીને સજા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે આરોપીઓને 3 વર્ષની અને એકને 1 વર્ષની સજાનો હુકમ

નડિયાદના મહોળેલમાં ગામે વર્ષ 2019માં નજીવી બાબતે મારામારીની ઘટનામાં ફરીયાદ નોંધાયા બાદ આજે કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. 3 આરોપીઓ પૈકી 2ને 3 વર્ષની જ્યારે 1ને 1 વર્ષની સજાનો ચુકાદો નડિયાદ કોર્ટે આપ્યો છે.મહોળેલ ગામે સોડપુર તાબે 22 મે, 2019ના રોજ મુકેશભાઈ ભોઈ ફરીયાદીના 7 વર્ષિય દિકરાને પજવતા હતા. જેથી ફરીયાદી અને સાહેદ દક્ષાબેને આરોપી મુકેશભાઈને ઠપકો આપ્યો હતો.

જેની અદાવત રાખી મુકેશભાઈ ભોઈ, કાળાભાઈ ભોઈ અને શૈલેષભાઈ ભોઈ દ્વારા ફરીયાદીને ગાળો બોલી લાકડી અને લાકડાના ડફણાંથી માર માર્યો હતો. જેની પોલીસ ચકલાસી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી, બાદમાં પોલીસે પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ દાખલ કરી કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસમાં આજે ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ શ્રી એચ. ડી. પટેલની કોર્ટમાં મુકેશભાઈ ડાહ્યાભાઈ ભોઈ અને કાળાભાઈ ગીરીશભાઈ ભોઈ બંનેને 3 વર્ષની સખત કેદ અને 9 હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આરોપી શૈલેષભાઈ ડાહ્યાભાઈ ભોઈને 1 વર્ષની સખત કેદ અને 900 રૂપિયા દંડની સજા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...