લગ્ન માટે ધમકી:વિદ્યાનગરના ફોટોગ્રાફરે નડિયાદના સલુણવાંટામાં રહેતી પરીણિતાને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી ધમકી આપી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન નહી કરે તો સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ કરવાની ફોટોગ્રાફરે ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ
  • શખ્સે પરિણીતાના માતા-પિતા અને માસીને પણ અપશબ્દો બોલ્યા

નડિયાદના સલુણવાંટામાં રહેતી પરિણીતાને ફોટોગ્રાફરની શોપમાં કામ કરવું ભારે પડ્યું છે. વિદ્યાનગરના આ ફોટોગ્રાફર યુવકે પરિણીતા સાથે લગ્ન કરવા પરિણીતા પર દબાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આટલેથી વાત નહિ અટકતા ફોટોગ્રાફર યુવકે લગ્ન નહી કરે તો સોશિયલ મીડિયામાં તેણીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને પરિણીતાના માતા-પિતા અને માસીને અપશબ્દો બોલતા પરીણિતાએ આ ફોટોગ્રાફર શખ્સ વિરૂદ્ધ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડીઆદ તાલુકાના સલુણવાંટા ગામે રહેતી 34 વર્ષીય પરિણીતાને ફોટોગ્રાફરની શોપમાં કામ કરવું ભારે પડ્યું છે. આજથી લગભગ 4 વર્ષ અગાઉ આ પરિણીતા આણંદના વિદ્યાનગર-બાકરોલ રોડ પર આવેલા સંજય કેશવભાઈ વાઘેલા (રહે. 87, હરીઓમનગર, વિદ્યાનગર)ની ફોટોગ્રાફીની દુકાનમાં કામ કરતી હતી. આથી પરિણીતા આ સંજયના સંપર્કમાં આવી હતી. સંજય તેણીની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, પણ તે મુમકીન નહોતું.

ગત 9મી ઓક્ટોમ્બરે બપોરના સુમારે પરણિતા પોતાના પિયર સલુણવાંટામાં હતી. ત્યારે વિદ્યાનગરનો સંજય વાઘેલા અહીંયા આવ્યો હતો અને પરીણિતાને લગ્ન કરવા દબાણ કર્યું હતું. જોકે, પરીણિતા આ યુવકના તાબે નહી થતાં સંજયે તેણીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. વાત આટલેથી નહી અટકતાં આ બાબતે પરીણિતાના માતા-પિતા અને માસી યુવકને કહેવા જતાં તેઓને પણ અપશબ્દો બોલી અપમાનિત કરી દીધા હતા.

ઉપરાંત જો રસ્તામાં ક્યાંક મળશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં હતપ્રત થઈ ગયેલી પરીણિતાએ આ અંગે ફોટોગ્રાફર શખ્સ સંજય વાઘેલા વિરુદ્ધ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફોટોગ્રાફર સંજય પરણીત છે અને એક છોકરાનો પિતા છે
37 વર્ષિય સંજય વાઘેલા પરણીત છે અને એક બાળકનો પિતા છે. તેમ છતાં તે દુકાનમાં કામ કરી ચૂકેલી મહિલાના મોહમાં તેનો અને મહિલાનો ઘરસંસાર બગાડી રહ્યો છે. સાથે જ પરણીતાને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી રહ્યો છે, ત્યારે નડિયાદ રૂરલ પોલીસ આ મામલે પ્રાથમિક તપાસ કરી રહી હોવાનું જણાવી રહ્યાં છે. આરોપી ફોટોગ્રાફર તેની સાસુ અને પતિને ફોટો મોકલતો હતો અને તેમને વારંવાર ફોન કરીને ધમકી આપતો હતો. જેથી મહિલાના પતિએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે. આજે તે પિતા ત્યાં રહીને જીવન વીતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...