તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પ્રમુખને નવી સમિતિમાંથી કપાયેલાં પૂર્વચેરમેનની રાજીનામાની ધમકી

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડા જિલ્લા પંચાયતની શનિવારે મળેલી સાધારણ સભા તોફાની બની હતી
 • જિલ્લા ભાજપા પ્રમુખ અર્જૂનસિંહ ચૌહાણે માથું મારી ઘીના ઠામમાં ઘી ઢોળી દીધું

નડિયાદ ખાતે શનિવારે મળેલી ખેડા જિલ્લા પંચાયતની સાધારણ સભા તોફાની બની હતી. સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે નવી ટર્મ માટે વિવિધ સમિતિની રચનાની જાહેરાત કરી હતી. જેમાં ગત ટર્મના આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવીણસિંહ રાઠોડને કદ પ્રમાણે વેતરી નાખી ચેરમેન તો નહીં પરંતુ એકપણ સમિતિના સભ્ય તરીકે નિમણૂંક નહીં આપતાં નારાજ પ્રવીણસિંહે ગર્જના કરી ભાજપામાંથી રાજીનામુ ધરી દેવાની ધમકી આપી હતી. જેના પગલે સભામાં હાજર ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ અર્જૂનસિંહ ચૌહાણે માથું મારી સંકલન કરીએ છીએ તેમ કહી ઘીના ઠામમાં ઘી ઢોળી દીધું હતુ અને સભામાં ત્રાડ નાખનારા પ્રવીણસિંહ રાઠોડે રાજીનામાના નાટકનો વાવટો સંકેલી મૂંગામંતર થઇ ગયા હતા.

ખેડા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં રિપીટેડ પ્રમુખ નયનાબેન પટેલે પટારામાંથી ખજાનો ખોલતાં હોય તેમ જિલ્લાની વિવિધ સમિતિઓની રચનાની સાથે તેના ચેરમેન તથા સભ્યોની જાહેરાત કરી હતી. જેમાં જિલ્લા કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, જાહેર અપીલ સમિતિ, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિ, મહિલા, બાળવિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિનો સમાવેશ થાય છે.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે સને 2019-2020ના વર્ષના વાર્ષિક હિસાબ મંજૂર કરવા તથા વિવિધ શાખાઓ તેમજ તેની પેટાકચેરીઓનો ઉપયોગ માટે સને 2021-2022ના વર્ષ માટે છાપકામના ભાવો મંજૂર કરી છાપકામ કરાવવાના તેમજ ગત 29/02/2020ની સામાન્યસભાના કામ નં.6ના ઠરાવ નં.451 તથા ગત તા.01/09/2020ની અપીલ સમિતિની થયેલી કાર્યવાની નોંધની બહાલી આપી અમલવારી કરવા, હિસાબીશાખા માટે વાહન ભાડે રાખવા, જિલ્લા પંચાયતની તમામ શાખાઓ માટે હિસાબી સંલગ્ન કામગીરી નિભાવવા અંગે ઓનલાઇન એકાઉન્ટીંગ સોફ્ટવેર ખરીદવા બાબત સહિતના એજન્ડાને રજૂ કર્યો હતો.

તેમજ સાધારણ સભામાં જિલ્લાપંચાયત પ્રમુખ નયનાબેનના નવિન મકાનનું બાંધકામ કરવા માટે જિ.પં.સ્વભંડોળમાં જોગવાઇ કરવા બાબત રજૂ થઇ હતી. જે તમામ એજન્ડાને ઉપસ્થિત સભ્યોએ પાટલીઓ થપથપાવી બહાલી આપી હતી.આ બેઠકમાં મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આક્ષેપમાં કહ્યું કે, ખેડા જિલ્લા પંચાયતની નવા વર્ષની મેજડાયરી છપાવવા માટે જિલ્લાની આશરે 1200થી વધુ ગ્રામપંચાયતો પાસેથી ગ્રા.પં.દીઠ બે-બે હજારની રકમ ઉઘરાવાય છે. જે યોગ્ય નથી. તેવી જ રીતે, આરોગ્ય શાખાના અધિકારી ભાસ્કરભાઇ એજન્સીઓ પાસેથી લાખોની ઉઘરાણી કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે ઇન્ચાર્જ આયોજન અધિકારી ટી.એમ.મકવાણા સામે રૂપિયા માગતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જે આક્ષેપ કે કોઇ પ્રશ્નની રજૂઆત કરવાની સતા ધારાસભ્યને હોતી નથી. ધારાસભ્યએ આ અંગે પોતાની (ડીડીઓ) સમક્ષ કોઇ રજૂઆત કરી નથી. આ બાબતની તપાસ કરવાની ખાતરી આપી છે.

જિલ્લા આયોજન અધિકારી લાંચ માગતાં હોવાનો મહુધા ધારાસભ્યનો ખુલ્લો આક્ષેપ
સાધારણ સભામાં ઉપસ્થિત મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આક્ષેપ કર્યો હતો કે, જિલ્લાપંચાયતના ડેપ્યુટી ડીડીઓ. મકવાણાને જિલ્લા આયોજન અધિકારી તરીકે ચાર્જ સોંપાયો છે. જેઓ સરકારમાંથી મળવાપાત્ર 15 ટકા આયોજનની ગ્રાન્ટ મંજૂર કરવા લાંચ માગતા હોય છે. મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતએ ચુણેલ ગામના થયેલાં કામોમાં ગેરરીતિ કરનાર ઉપસરપંચ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જે અંગે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી.

મેં ડીડીઓસાહેબનું ધ્યાન દોર્યું છે, કંઇ કહેવું નથી
ખેડા જિ.પં.ના ડે.ડીડીઓ અને ઇન્ચાર્જ આયોજન અધિકારી ટી.એ.મકવાણા લાખો રૂપિયા માગતાં હોવાનો આક્ષેપ મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે સાધારણસભામાં કર્યો હતો. જે બાબતે ઇન્ચાર્જ આયોજન અધિકારી ટી.એમ.મકવાણાએ કહ્યું કે, મેં ડીડીઓસાહેબનું ધ્યાન દોરી દીધું છે, આ વાત ખોટી છે. મારે (મકવાણાએ) કંઇ કહેવું નથી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ કહ્યું કે, સભા પછી આક્ષેપથી આધાત પામેલાં અધિકારી ટી.એમ.મકવાણા મળવા આવ્યાં હતા અને ખોટા આક્ષેપ છે તેમ કહ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો