તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સોશિયલ મિડીયા:સોશિયલ મિડીયા પર ધમકી આપતા ફરિયાદ

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારને પતાવી દેવાની મહિલાની ધમકી

આતરસુંબામાં રહેતા એક યુવકને સોશિયલ મિડીયા પર એક મહિલા સતત મેસેજ કરીને ધાકધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. આતરસુંબાના વિપુલભાઇ પટેલના મોબાઇલ ફોન ઉપર તેમના પુત્રને ઉઠાવી જવાની અને કુટુંબીજનોને પતાવી દઇ, આખા ઘરને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપતાં મેસેજ આવ્યા હતા. આ મામલે વિપુલભાઇએ તપાસ કરતાં આ મેસેજ કપડવંજમાં આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા માલવીકાબેન પટેલ કરતાં હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ દરમિયાન માલવીકાબેને વિપુલભાઇના મોટા ભાઇ કલ્પેશભાઇ સાથે નાણાંની લેવડદેવડ કરી હતી. જોકે, તેમાં વિપુલભાઇને કાંઇ લાગતું વળગતું ન હોવાછતાં માલવીકાબેન સતત વિપુલભાઇને મેસેજ કરીને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમની દીકરીઓને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો