ફરિયાદ:નડિયાદમાં અભ્યાસ અર્થે આવતી એક યુવતીના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી પર અજાણ્યા યુઝર્સે ન્યુડ ફોટા મોકલી ધમકી આપતા ચકચાર

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા યુઝર્સે યુવતીનો ફોટોગ્રાફ્સ ઉઠાવી પોતાની પ્રોફાઈલમાં મૂકી બિભત્સ વાતો કરતાં યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી
  • પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

ટેકનોલોજી જેટલી સારી છે તેટલી જ ખરાબ પણ છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવા યુવક-યુવતી હશે જેને સોશ્યલ મીડિયામાં એકાઉન્ટ ન હોય. ત્યારે નડિયાદમાં અભ્યાસ અર્થે આવતી અન્ય તાલુકાની એક યુવતીને તેના ઈન્સ્ટાગ્રામ પર અન્ય અજાણ્યા યુઝર્સે ન્યુડ ફોટા મોકલાવતાં ચકચાર મચી છે. સાથે સાથે આ યુઝર્સે યુવતીનો ફોટોગ્રાફ્સ ઉઠાવી પોતાની પ્રોફાઈલમાં મૂકી બિભત્સ વાતો કરતાં યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં નર્સીંગનો અભ્યાસ કરતી અને જિલ્લાના અન્ય તાલુકામાં રહેતી એક 23 વર્ષિય યુવતીએ નડિયાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, આ ભોગ બનનારી યુવતીનું ઈન્સ્ટાગ્રામ આઇડી પર ગત 15 સપ્ટેમ્બરના રોજ અન્ય યુઝર્સ આઇડી વાળાએ આ યુવતીનો સાડી વાળો ફોટોગ્રાફ્સ મૂકી બિભત્સ લખાણ લખ્યું હતું. જે બાદ આ યુઝર્સે યુવતીના ચેટ બોક્સમાં બે દિવસ સુધી સતત મેસેજ કર્યા હતા. જેના કારણે યુવતીએ તેણીનું ઈન્સ્ટાગ્રામ ટેમ્પરરી ડીલીટ કરી નાખ્યું હતું. ગત 16મી સપ્ટેમ્બરના રોજ યુવતીએ ઈન્સ્ટાગ્રામ ફરીથી એક્ટીવ કર્યું હતું. જે બાદ બીજા દિવસે અન્ય ઈન્સ્ટાગ્રામ આઇડી વાળાએ આ યુવતીનો સાડી વાળો ફોટોગ્રાફ્સ તેના પ્રોફાઈલમાં મૂકી અંગ્રેજીમાં બિભત્સ લખાણ લખી વાયરલ કર્યો હતો.

આટલેથી વાત ન અટકતાં ભોગ બનનાર યુવતીનો મોબાઇલ નંબર પણ લખી દીધો હતો. ઉપરાંત બિભત્સ મેસેજો યુવતીના ઈન્સ્ટાગ્રામ પર મોકલ્યાં હતા. સાથે સાથે ઉપરોક્ત અજાણ્યા યુઝર્સે કોઈ અન્ય મહિલાના નગ્ન ફોટા આ યુવતીને મેસેજમાં મોકલ્યા હતા. સાથે જણાવેલ કે આ રીતે નગ્ન ફોટા મોકલાવ અને જો તું તેમ નહી કર તો તેણે ઉઠાવેલો સાડી વાળો ફોટો એડિટિંગ કરી આ રીતે વાયરલ કરશે તેવી ધમકી આપી હતી. જેથી યુવતી માનસિક રીતે પડી ભાંગી પડી હતી. તેણીએ પોતાની આપવીતી પોતાના મોટાભાઈને વાત કરતાં યુવતીએ મોટાભાઈના સથવારે સાયબર સેલમાં ઉપરોક્ત અજાણ્યા ઈન્સ્ટાગ્રામ યુઝર્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસની તપાસમાં આ ઈન્સ્ટાગ્રામ આઇડી Werkoaie દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ કરી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ નંબરની ટ્રેક કરી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ અંગે ભોગ બનનારની ફરિયાદના આધારે આઈપીસી 66- D મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...