તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી પર શીનાજોરી:જે ઘરમાં ચોરી કરી તે પરીવારને જ ધમકી, નડિયાદમાં જામીન પર છુટેલા તસ્કરોનો આતંક

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નડિયાદ GIDCમાં 51.20 લાખની ચોરી કરનારા ઈસમોએ વિસ્તારમાં આતંક જમાવ્યો છે. GIDCમાં હરીકૃષ્ણ એન્ટરપ્રાઈઝમાં રહેતા સોનલબેન ઝાલાના પતિ તેમજ પુત્રને એટ્રોસીટીના કેસમાં પોલીસ પકડી ગઈ હતી, તે દરમિયાન ઘરે સોનલ પોતાની દિકરી સાથે એકલી હોવાથી બીકના માર્યે ઘરમાં રહેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ જમીનમાં દાટીને સુઈ ગયા હતા. જ્યાં રાત્રે લોકોનો અવાજ સંભળાતા સોનલે બેટરી મારીને તપાસ કરતા 4 લોકો આ મુદ્દામાલ લઈને જઈ રહ્યા હતા. સોનલે તમામના ચહેરા અને અવાજ સાંભળ્યો હોવાથી તેના આધારે નડિયાદ ટાઉન મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સંજયભાઈ તળપદા, દેવેન્દ્રભાઈ ઉર્ફે દેવો રાજુભાઈ તળપદા (કમળા રોડ, નડિયાદ), નરેન્દ્રભાઈ સંતુભાઈ તળપદા અને દીનેશભાઈ ગોવિંદભાઈ તળપદા (બંને રહે. ખાડ, વાઘરીવાસ, નડિયાદ) ને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના 50 લાખની રીકવરી કરી જેલને હવાલે કર્યા હતા. બાદમાં ચારેય જામીન પર છુટીને આવતા તેમણે આંતક મચાવતા બાતમી આપી હોવાનો વહેમ રાખી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.

ત્યારે હવે ચારેય ઈસમો રોડ પર જે ઘરે ચોરી કરી તે પરિવારને જાનથી મારી નાખવાની વાતો કરતા હોવાની સોનલબેનને જાણ થઈ હતી. તેમજ સોનલબેન અને તેમનો પરિવાર ત્યાંથી પસાર થતા હોય તે સમયે આંખો કાઢી હમણાં એકને તો હલકો કર્યો છે, હવે અમે ચારેય ભેગા થઈને તમને પણ પતાવી દઈશુ, તેવી મોટેથી વાતો કરી ધમકી આપતા હોય, સોનલબેને આ અંગે ચારેય ઈસમો વિરુદ્ધ નડિયાદ ટાઉન મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...