પરંપરાગત ઉજવણી:નડિયાદના સંતરામ મંદિરમાં 'ઓમકાર'ના નાદ સાથે સાકરવર્ષા કરાઈ, કોરોના ભૂલી હજારોની સંખ્યામાં ભક્તો સામેલ થયા

નડિયાદ6 મહિનો પહેલા
  • "જય મહારાજ"ના જય ઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું
  • દિવ્ય આરતી બાદ સ્વયંમ સેવકો દ્વારા સાકરની વર્ષા કરાઈ
  • સાકર, સુકુ ‌કોપરુ પ્રસાદ રૂપે ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂનમ નિમિતે સાકરવર્ષા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભૂલી ઉજવણીમાં સામેલ થયા હતા. હજારો ભક્તો આ સાકર, સુકુ ‌કોપરુ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવત સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે તે સમયે ત્યાં મૂકેલા બે દીવા આપોઆપ પ્રજ્વલિત થઇ ઉઠ્યાં હતાં. તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. તે દિવસથી આ દીવાની જ્યોત અંખડ સ્વરૂપે પ્રજ્વલીત છે. તથા દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અંખડ‌ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા‌ પ્રાપ્ત કરે છે.

આજે આ પવિત્ર દિવસે સાંજે 6:30 કલાકે સાકરવર્ષા કરવામાં આવી હતી. આ પહેલા આરતી પણ કરવામાં આવી હતી અને પછી ઓમકારના નાદ સાથે સાકરવર્ષા કરાઈ હતી. આ સમયે હજારો ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર "જય મહારાજ"ના જય ઘોષ સાથે ગૂંજી ઉઠયુ હતું. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભકતો પ્રસાદ રૂપી સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો.

આજે પ્રાત: સ્મરણીય પૂ. રામદાસજી મહારાજના સાનિધ્યમાં સવારે 4:30 કલાકે ધ્યાન આ બાદ 4:45 કલાકે તિલક દર્શન, જે બાદ 5:45 કલાકે મંગળા દર્શન અને આ પછી સમી સાંજે આરતી તથા 6:30 કલાકે સાકરવર્ષા કરવામાં આવી હતી. તો વળી દિવ્યઅખંડ જ્યોતના તથા પાદુકાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

મંદિરના પટાંગણમાં આ વખતે ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે હેતુસર મંદિર દ્વારા LED લગાવી લાઈવ કરવામાં આવ્યું હતું. જેના કારણે ભકતો સારી રીતે દર્શન કરી શક્યા હતા. મંદિર બહારના પટાંગણમાં પણ‌ સ્વંયમસેવકો ધ્વારા સાકરની વર્ષા કરવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા મંદિર બહાર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...