નોંધણી:ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે 69 ટકા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4123 ખેડૂતોએ 9141 હેક્ટર ડાંગરના વેચાણ માટે નોંધણી કરાવી

રાજ્ય સરકારના નિર્દેશ બાદ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું છે. સપ્તાહ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. ઉપરાંત ગયા વર્ષની સરખામણીએ ઓણસાલ 69 ટકા જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. તેમાંય ખાસ કરીને ડાંગરના પાકને ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. મળતી વિગતો મુજબ ગયા વર્ષે કુલ 7493 ખેડૂતોએ ટેકાના ભાવે અનાજના વેચાણ માટે રજીસ્ટ્રેશન ખેડા જિલ્લામાં કરાવ્યુ હતુ. આ વર્ષે ગયા વર્ષની સાપેક્ષે 69 ટકા લોકોએ રજીસ્ટ્રેશ કરાવ્યુ છે.

એટલે અત્યાર સુધી 5169 ખેડૂતોએ પોતાનો પાક સરકારમાં વેચવા માટે નિર્ણય લઈ લીધો છે. તેમજ હજુ પણ ઓનલાઇન નોંધણીને 15 દિવસ બાકી છે, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોમાં વી.સી. પાસે અને એપીએમસી સેન્ટરના કર્મચારીઓ પાસે ખેડૂતો પહોંચી રહ્યા છે. મગફળીનો સરકારે 1110 રૂપિયા પ્રતિ મણ ભાવ નક્કી કર્યો છે. ત્યારે જિલ્લામાં 624 ખેડૂતોએ પોતાની 1018 હેક્ટર જમીનમાં વાવેલી મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. ડાંગરની વિગતો જોતા 388 અને 392 એમ બે ભાવ ગ્રેડ મુજબ પ્રતિ મણ નક્કી કરાયા છે, જે માટે અત્યાર સુધી 4123 ખેડૂતોએ પોતાની 9141 હેક્ટર જમીનની ઉપજ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. હજુ 31 ઑક્ટો. સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...