તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Think Of Dumping Garbage In Front Of Shital Ground Now, Otherwise Punish, Municipal Corporation's Campaign To Rid The City Of Unbearable Dirt

મહત્વનો નિર્ણય:શિતલ ગ્રાઉન્ડ સામે હવે કચરો નાંખતા વિચારજો, નહીં તો દંડાશો, અસહ્ય ગંદકીથી શહેરને મુકત કરવા પાલિકાની ઝુંબેશ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદના મુખ્ય પ્રવેશદ્વાર પર ગંદકીનો પ્રશ્ન હલ કરવા પાલિકાએ શહેરીજનોને કચરો અહીં નહીં નાંખવા નોટીસ મારી છે અને જો કચરો નાંખતા પકડાય તેની સામે દંડનીય કાર્યવાહી કરાશે. - Divya Bhaskar
નડિયાદના મુખ્ય પ્રવેશદ્વાર પર ગંદકીનો પ્રશ્ન હલ કરવા પાલિકાએ શહેરીજનોને કચરો અહીં નહીં નાંખવા નોટીસ મારી છે અને જો કચરો નાંખતા પકડાય તેની સામે દંડનીય કાર્યવાહી કરાશે.
  • નડિયાદના પ્રવેશદ્વારને સ્વચ્છ કરવા મહત્વનો નિર્ણય

નડિયાદ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગ કહેવાતા ડાકોર રોડ પર શિતલ ગ્રાઉન્ડની સામે અત્યારસુધી અસહ્ય ગંદકી જોવા મળતી હતી. જે હવે પછીના દિવસોમાં ત્યાં ગંદકી જોવા ના મળે તે માટે પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરના મુખ્ય પ્રવેશ માર્ગ કહેવાતા ડાકોર રોડ પર શિતલ ગ્રાઉન્ડની સામે અત્યારસુધી અસહ્ય ગંદકી જોવા મળતી હતી. જે હવે પછીના દિવસોમાં ત્યાં ગંદકી જોવા ના મળે તે માટે પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં પાલિકા હૉલમાં ઉપપ્રમુખ કિન્તુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક મળી હતી. વિવાદિત બનેલી આ બેઠકમાં શહેરની ગંદકીને લઈ મહત્વના નિર્ણય લેવાયા હતા.

ડાકોર રોડ એ અમદાવાદ,વડોદરા અને ડાકોર-ઉમરેઠ તરફથી નડિયાદમાં આવતાં લોકો માટે મુખ્ય પ્રવેશદ્વાર છે. અહીં, અત્યારસુધી બે-ત્રણ વોર્ડનો કચરો એકઠો કરાતો હતો. ત્યારપછી ટ્રેક્ટરમાં ભરી ડમ્પિંગ સાઈટ પર લઈ જવાતો હતો. કચરો મોટાપ્રમાણમાં ભેગો થતો હોવાથી તેનો સમયસર નિકાલ ન થતાં ગંદકી વધતી હતી અને ત્યાં ગાયો પણ મોટા પ્રમાણમાં એકઠી થતી હતી.

પરીણામે વાહનચાલકોને અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હતી. જેના કારણે હવે પછી ત્યાં કચરો ના ઠાલવી સીધો ટ્રેક્ટરમાં નાખી ડમ્પિગ સાઈટ પર ખેસડી દેવાના નિર્દેશ કરાયા છે. સ્થાનિકો અને સફાઈ કર્મચારીઓ અહીં કચરો ના નાખે તે માટે ત્યાં બોર્ડ મારવામાં આવ્યું છે. જેમાં કચરો નાખતાં ઝડપાય તેની સામે દંડનીય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે.

સફાઈ કર્મચારીઓના કાર્યક્ષેત્રમાં વધારો કરાયો
સેનેટરી અધિકારી જશભાઈ મકવાણાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં શહેરને સ્વચ્છ રાખવા મહત્વનો નિર્ણય લેવાયો છે. પાલિકા સૂત્રો મુજબ કાયમી અને કોન્ટ્રક્ટના કર્મચારીઓ બિનજરૂરી રજાઓ પાડે છે. ઉપરાંત તેમના કાર્યક્ષેત્રમાં આવતાં આખા વિસ્તારમાં સફાઈ ન કરતાં હોવાની પણ ફરિયાદો મળતી રહી છે. પરીણામે બેઠકમાં કર્મચારીઓને પરેડ કરાવી તેમની ઓળખ અને કાર્યક્ષેત્ર તપાસ કરી કામના સમયમાં અને કાર્યક્ષેત્રમાં વધારો કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...