તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • There Will Be A Crash Barrier On The Highway Passing Through Kapadvanj, A Decision Taken To Reduce The Increasing Number Of Accidents.

નિર્ણય:કપડવંજથી પસાર થતાં ધોરી માર્ગ પર ક્રેશ બેરીયર બનશે, અકસ્માતોનું વધતું પ્રમાણ ઘટાડવા માટે લેવાયેલો નિર્ણય

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકામાંથી પસાર થતા ધોરી માર્ગ પર આવતા વળાંક અને અન્ય કારણોસર અકસ્માતનું પ્રમાણ વધારે રહે છે. આથી, આ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે ક્રેશ બેરીયર એટલે કે રેલીંગ નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે સરકાર દ્વારા 1.80 કરોડની ફાળવણી કરાઇ છે.

કપડવંજમાંથી પસાર થતાં ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ સ્થળે ક્રેશ બેરીયર એટલે કે મજબુત રેલીંગ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રસ્તાની પાસે આવેલા તળાવ, નદી, ઢોળાવ વિગેરે આવતા હોય છે. વાહન રસ્તા ઉપરથી તળાવ, ઢોળાવ ઉપર પડી ન જાય તે માટે રસ્તાની સાઇડમાં ક્રેશ બેરીયર નાંખવાનું કામ સમગ્ર રાજ્યમાં 44 કરોડના ખર્ચે શરૂ કરાયા છે. તે પૈકી કપડવંજ તાલુકામાં 8 સ્થળે રૂ.1.80 કરોડના ખર્ચે કામ કરાશે.

કયા કયા માર્ગોનો સમાવેશ કરાયો છે ?
સોરણ બાલાસિનોર રોડ, લાડવેલ પાંખીયા બ્રાન્ચ રોડ, નવાગામ, બેટાવાડા, નિરમાલી રોડ, કપડવંજ, તૈયબપુરા, ત્રગકુપુર, લાડુજીના મુવાડા, વઘાસ, ઘડીયા, નાની જેર, મોટીજેર, કપડવંજ, ગરોડ, અંતિસર, દનાદરા રોડ, કપડવંજ, કલાજીના મુવાડા, વ્યાસ વાસણા મોટી ઝેર રોડ, આતરસુંબા ખડાલ છીપડી રોડ કપડવંજ, દાના, અનારા રોડ

અન્ય સમાચારો પણ છે...