લોકોમાં આક્રોશ:સેવાલિયાથી ઠાસરા રોડ પર ઠેરઠેર ભૂવા પડ્યાં

સેવાલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા અને સેવાલિયાને સાંકળતાં રસ્તા પર વરસાદના કારણે ઠેરઠેર ભૂવા પડ્યા છે. જેના લીધે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને રહેણાંકી વિસ્તારોમાં રોડ પરના ખાડાઓના લીધે નાગરિકોએ પરેશાની વેઠવી ફરજિયાત થઇ છે. અહીંના ખખડપંચમ અને અકસ્માતો નોંતરતાં બિસ્માર રસ્તા પરથી નેતાઓ અને અધિકારીઓ પસાર થતાં હોવા છતાં તેમના પેટનું પાણી પણ હલતું નથી. જેની સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ઠાસરાના રહેણાંક વિસ્તારના રસ્તા પર અસંખ્ય જીવેલેણ અકસ્માત નોંતરતાં મસમોટા ભુવા પડ્યા છે. ચોમાસાનો વરસાદ પડવાની સાથે ઠાસરાથી સેવાલીયા સુધીના રોડ પર મોટા ખાડા પડ્યા છે. તેના લીધે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠાસરા રોડ ઉપર આવેલી આરાધ્ય સોસાયટી, ક્રિષ્ના ટાઉનશીપ સહિતની અનેક સોસાયટીના રહીશો ઘરની બહાર નીકળતા ઉંટની સવારીનો અનુભવ કરાવે છે. પરંતુ આ મોટા ખાડા કોઈને દેખાતા નથી અને ખાડાઓના લીધે વારંવાર વાહન પલટી ખાવાના અને અકસ્માતના બનાવો છે.

અન્ય સમાચારો પણ છે...