વિવાદ:ચલાલીમાં ગંદકી કરવા બાબતે તકરાર થઈ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચલાલીમાં રહેતા સુરેશ શનાભાઇના પાડોશમાં રહેતા સુમીબેન તેમના ઘર નજીક ગંદવાડો નાખીને જતાં હોવાથી આ બાબતે સુરેશભાઇએ તેમને ઠપકો કર્યો હતો. જેને પગલે બોલાચાલી થતાં અરવિંદ, ઇશ્વર, વિજય તથા રાજેશ ત્યાં આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી બોલી, અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. સુરેશભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં ચારેય શખસો ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડીથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ચકલાસી પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો છે. આ ઝઘડાની રીસ રાખીને બુધવારે બાબુભાઇ ચાલતાં ઇશ્વરભાઇના ખેતરમાં જઇ રહ્યા હતા ત્યારે કાભઇ, કાળાભાઇ સામે મળ્યા હતા અને આને બહુ પાણી છે તેમ કહીને મારમારી કરતા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...