તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:મહેમદાવાદમાં નિવૃત્ત PIના ફાર્મમાંથી 26 હજારની ચોરી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મહેમદાવાદના સિંહુજ રોડ પર અકલાચા ગામની સીમમાં નિવૃત પોલીસ ઈન્સપેક્ટર મુળજીભાઈ જીવાભાઈ રાઠોડનું ફાર્મ હાઉસ આવેલુ છે. તેમના પુત્રવધુના નામે જમીન લીધા બાદ તેમાં બે ઓરડી બનાવી પાછળ બોર બનાવેલો છે. મુળજીભાઈ હાલ અમદાવાદમાં રામોલ ખાતે રહે છે. 28 મે, 2021ના રોજ તેમના ફાર્મહાઉસના દરવાજાનું તાળુ તોડી અજાણ્યા ઈસમ દ્વારા સબમર્શીયલ પંપ, એલ. સી. ડી. સેટઅપ બોક્ષ, ઈલેક્ટ્રીક મીટર, ગાદલુ અને રજઈ લઈ ફરાર થઈ ગયો હતો.

જેની કિંમત 26,200 રૂપિયા જેટલી થતી હોય, આ અંગેની જાણ તેમના ખેતરમાં કામ કરતા દિલીપભાએ તેમને કરી હતી. જેથી મુળજીભાઈએ ફાર્મ હાઉસ પર જઈ તપાસ કરતા ચોરી થયાનું જણાયુ હતુ. જેથી તેમણે પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...