તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:નેનપુરમાં દુકાનમાંથી 1.81 લાખની ચોરી, ગલ્લામાં મૂકેલા રોકડા 18 હજાર પણ ગયા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી પાસે આવેલી તમાકુ - ગુટખાની જથ્થાબંધ દુકાનમાંથી તસ્કરો રોકડા રૂ. 18 હજાર ઉપરાંત તમાકુ - ગુટખા મળી કુલ રૂ. 1,81,000 ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી પાસે આવેલી જથ્થાબંધ તમાકુ - ગુટકાની દુકાનનું શટર તોડીને પ્રવેશેલા તસ્કરોએ ગલ્લામાં મૂકેલા રૂ.18 હજાર ઉપરાંત તમાકુ - ગુટકા - સિગરેટના પેકેટો મળી કુલ રૂ. 1,81,000 ના મુ્દ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દુકાનના માલિક આશિષકુમાર ઉપેન્દ્રકુમાર શાહ દુકાને દોડી ગયા હતા અને મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...