તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કપડવંજના બોભા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરની 59 હજારની ચોરીની કબુલાત

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજ નવા બોભા ગામે 24 મી ફેબ્રુઆરીના રોજ ભાથિજી મહારાજનું નવું મંદિર બનાવવામાં આવ્યું હોવાથી, પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ગામમાં રહેતા દિપક રાવજીભાઇ પરમાર પોતાના ઘરે સ્ટોપર મારીને પરિવાર સાથે વરઘોડામાં જોડાયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે પરિવાર પરત આવ્યો ત્યારે તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં બધુંજ વેરણછેરણ હતું.

જેથી દિપકભાઇએ તપાસ કરતાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત દિપકભાઇના સગા પૂનમસિંહના ઘરમાંથી તસ્કરો રૂ.3 હજારની કિંમતની ચાંદીની ચુડી, રૂ.3 હજારની કિંમતની ચાંદીની લક્કી, ચાંદીના વેટલા રૂ.3 હજારની કિંમતની મત્તાની ચોરી કરી હતી. બે ઘરને નિશાન બનાવીને તસ્કર રૂ.59,500ની કિંમતના દાગીના ચોરી ગયા હતા. આ મામલે કઠલાલ પોલીસે ભરત ઉર્ફે શંકર સોલંકી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો