તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:નડિયાદની તબીબ યુવતીએ મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડરનો એવોર્ડ મેળવ્યો

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મિસ પોપ્યુલર 2020નો એવોર્ડ ડો.બ્રિવશીએ પોતાના નામે કરી લીધો હતો. - Divya Bhaskar
મિસ પોપ્યુલર 2020નો એવોર્ડ ડો.બ્રિવશીએ પોતાના નામે કરી લીધો હતો.
 • કોલેજકાળથી ગ્લેમર ફિલ્ડમાં ભાગ લેવાની ઇચ્છા હતી
 • ઓનલાઈન ઓડિસન કોમ્પિટીશનમાં સૌથી વધુ વોટ્સ મેળવ્યા હતા

નડિયાદ શહેરમાં રહેતાં મધ્યમવર્ગીય પરિવારની ડો.બ્રિવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીતી પરિવારનું નામ રોશન કરવા સાથે સમગ્ર ચરોતરને ગૌરવ અપાવ્યું છે. નેશનલ ટાઇટલ વિજેતા થશે તો સિંગાપોર ખાતેના ઇન્ટરનેશનલ ટાઇટલમાં ભાગ લેવાની તક મળશે તેમ ડો.બ્રિવશી રાજપૂતે જણાવ્યું હતુ. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના નાનકડાં ખોબા જેવડાં ગામથી બે દાયકા અગાઉ નડિયાદ શહેરમાં સ્થાયી થયેલાં અને સિક્યોરીટી ગાર્ડની ફરજ બજાવતાં પ્રવીણસિંહ પ્રતાપસિંહ રાજપૂત તથા શિક્ષિકા માતા પ્રતિભાબેનની પુત્રી ડો.બ્રિવશી રાજપૂતને કુદરતે લાવણ્યમઢ્યા સૌંદર્યની ભેટ ધરી છે. ફિઝિયોથેરાપિસ્ટ બનવા દરમિયાન કોલેજકાળમાં બહેનપણીઓ બ્રિવશી રાજપૂતના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરતી અને ગ્લેમરસ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહન આપતી હતી.

તેથી તેણીને પણ ગ્લેમરસ-મોડેલિંગ વર્લ્ડમાં એન્ટ્રી મારવાની ચાનક ચડી હતી. દરમિયાનમાં લોકડાઉનમાં ડો.બ્રિવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 ટાઇટલ માટે ઓનલાઇન ઓડિશન આપી હતી. જે કોમ્પિટીશનમાં સૌથી વધુ વોટ્સ મેળવી તેણી ટાઇટલ વિજેતા જાહેર થઇ હતી. ઉપરાંત, ઓનલાઇન વોટિંગમાં પણ ચાહકોના મનમાં રૂપસૌદર્યના કામણ પાથરી સૌથી વધુ વોટ મેળવી મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરના સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નો એવોર્ડ પણ ડો.બ્રિવશીએ પોતાના નામે કરી લીધો હતો. ગુજરાત એમ્બેસેડર ડો.બ્રિવશી રાજપૂતે ફિલ્મી દુનિયામાં તક મળશે તો જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે પેઇન્ટીંગ, લોંગ ડ્રાઇવ અને પરિવાર સાથે સમય ગાળવાનું ગમે છે.

મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર ટાઇટલ માટે નોમિનેટ
બ્યુટી કોન્ટેસ્ટમાં રાજ્ય કક્ષાએ ખિતાબ જીતી લીધાં બાદ નેશનલ ટાઇટલ જીતવા માટેની તેણીએ તૈયારી શરૂ કરી દીધી છે. ડો.બ્રિવશી રાજપૂત દિલ્હી ખાતેના મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડરના ટાઇટલ માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે નોમિનેટ થઇ છે. તેણીના રેમ્પવોક, ઇન્ટ્રોડક્શન વીડિયો મોકલી દીધાં છે. જો તેણી નેશનલ ટાઇટલ મેળવશે તો સિંગાપોર ખાતેના ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટીશન ટાઇટલમાં ભાગ લેવાની તક તેને મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો