ક્યાક જીતની ખુશી તો ક્યાંક ગમ:ખેડા જિલ્લામાં જીતેલા ઉમેદવારોએ પોતાના ગામમાં વિકાસ લક્ષી કામો કરવાની મહેચ્છા બતાવી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે તે ઢંઢેરાના એજન્ડા ઉપરાંતના વિકાસ લક્ષી કામ કરી ગામને આગળ ધપાવવાનો લક્ષ્યાંક જીતેલા ઉમેદવારોએ રાખ્યો

ખેડા જિલ્લામાં રવિવારે યોજાયેલી 417 ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજે મતગણતરી છે. ત્યારે હાર જીતનો ફેંસલો થઈ રહ્યો છે. જે ગામોમાં ઉમેદવારો જીતી રહ્યા છે તે લોકો સાથે દિવ્ય ભાસ્કરે વાત કરતાં આ તમામ ગામના લોકોએ ગામમાં વિકાસ લક્ષી કામો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આગામી 5 વર્ષ સુધી જે તે ઢંઢેરાના એજન્ડા ઉપરાંતના વિકાસ લક્ષી કામ કરી ગામને આગળ ધપાવવાનો લક્ષ્યાંક જીતેલા ઉમેદવારોએ રાખ્યો છે. ગામની સમસ્યાનું નિરાકરણ સહિત અનેક પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા જીતેલા ઉમેદવારો કટીબદ્ધતા દર્શાવી છે. સાથે સાથે ગામડાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકાસની હોડમાં કઈ રીતે આગળ વધી શકે તે દિશામાં કામ કરવાની મહેચ્છા બતાવી છે.

મંગળવારે પરિણામના દિવસે નડિયાદ સહિત સમગ્ર જિલ્લાના ગામડાઓમાં ક્યાંક હારની નિરાશા તો ક્યાંક જીતનો જશ્ન જોવા મળ્યો હતો. પરંતુ પરાજીત થયેલા ઉમેદવારોએ હારને માથે સ્વિકારી અને નવી ટમમાં ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ચાલુ વર્ષે હારજીતને ભૂલી સૌ એક થઈ ગામના વિકાસ માટે એક જૂથ બની કંઈક કરવાની તમન્ના જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...