પરશુરામ જંયતીની ઉજવણી:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ, વિશિષ્ય પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂદેવો દ્વારા પરશુરામ ભગવાનનુ વિશિષ્ટ પૂજા,અર્ચન કરવામાં આવ્યુ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભૂદેવો દ્વારા પરશુરામ ભગવાનનુ વિશિષ્ટ પૂજા,અર્ચન કરવામાં આવ્યુ છે.

ભૂદેવઓનો અવસર એટલે શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી મંગળવારે સમગ્ર ખેડા જિલ્લામાં પરશુરામ જયંતિની ઉજવણી કરાઇ છે. નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ પંથકમાં આ દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ છે.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ખેડા જીલ્લા (માતૃસંસ્થા) દ્વારા આયોજિત અખાત્રીજના શુભ દિવસે નડિયાદમા છાગેશ્વર મહાદેવ ખાતે 9 કલાકે પૂજનવિધી કરવામાં આવી હતી. આ સિવાય નડિયાદ સ્થિત માઈ મંદિર ખાતે પણ પરશુરામ ભગવાનનું પૂજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શ્રી મહાદેવ સેવા મંડળ દ્વારા આ દિવસે અહીંયા કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો વળી ક્યાંક ધાર્મિક કાર્યક્રમો યોજી આ દિવસની ભૂદેવ પરિવાર દ્વારા ઉજવણી કરાઇ છે.આમ સમગ્ર જિલ્લામાં પરશુરામ જયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...