દહેશત:સુખીની મુવાડીના તળાવમાં મગર દેખાતાં ગ્રામજનો ભયભીત

સેવાલીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડી ગામે આવેલા તળાવમાં મગર દેખાતા ગ્રામજનો ચિંતીત બન્યા છે. આ મામલે સ્થાનિક તંત્રને અને વન વિભાગને જાણ કરવામાં આવતાં, તળાવમાં મગરની તપાસ હાથ ધરવામાં આવી છે. સુખીની મુવાડી ગામમાં આવેલા નાના તળાવની આસપાસ ગ્રામજનો વસવાટ કરે છે. ખેતરે આવવા જવા માટે તળાવ નજીકથી જ ગ્રામજનો અવરજવર કરે છે. તળાવમાં ગુરૂવારે મગર દેખાતા જ તળાવ નજીક રહેતાં ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

મગર મામલે તુરંતજ વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી મગર દેખાયો છે પણ હજી સુધી કોઇને નુકસાન પહોંચાડ્યું ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ તળાવ તેનું ઘર હોય તેમ તે રહે છે. તળાવની નજીકથી બાળકો પણ અવરજવર કરે છે, ત્યારે ગ્રામજનોમાં તળાવમાં મગરની હાજરીને લઇને ભય જોવા મળી રહ્યો છે. મગર કોઇ પર હુમલો કરે, કે મારણ કરે તે પહેલાં જ વન વિભાગ દ્વારા તેને પકડીને સુરક્ષીત જગ્યાએ છોડી મૂકવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. 
મગરનું બચ્ચુ હોવાની માહિતી છે 
‘કાલે મારા પર એક શિક્ષકનો ફોન આવ્યો હતો. તેઓએ સુખીની મુવાડી ગામના તળાવમાં મગરનું બચ્ચું છે તેમ જણાવ્યું હતું. છેલ્લા એક મહિનાથી મગરની ચર્ચા હતી, પરંતુ કાલે તે રૂબરૂ જોવા મળ્યો છે તો ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે.’ -  દક્ષાબેન ચૌહાણ, સરપંચ, સરનાલ ગામ 

અન્ય સમાચારો પણ છે...