તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દાંડીમાર્ગ નડિયાદ-ડભાણ રોડ પર બે પૈકી એક બાજુની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા હાલાકી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાજેતરમાં યાત્રા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો પણ પથ પર પાયાની સુવિધાનો અભાવ
 • ક્યાંક વીજ પોલ પર જંગલી વેલોનો કબ્જો તો ક્યાંક લાઈટના બલ્બ જ ગાયબ

તાજેતરમાં દાંડીયાત્રાની સ્મૃતિરૂપ નિકળેલી યાત્રા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે દાંડીપથ પર જ પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ડભાણ રોડ પરની નવી કલેક્ટર કચેરેથી ડભાણ ચોકડી તરફ જવાના રોડ પર બે પૈકી એક બાજુની સ્ટ્રીટ લાઈટો છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેના કારણે સ્થાનિકોને રાત્રીના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાંથી દાંડીપથ માર્ગ પસાર થાય છે. આ માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ રીનોવેશન થયું હતું. જોકે તેમાં પણ વેઠ ઉતરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ડભાણ રોડ પર આવેલી કલેક્ટર કચેરીથી ડભાણ ગામ એટલે ચોકડી તરફ જવાના રોડ પર બન્ને સાઈડ પૈકી એક તરફની સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાય વર્ષોથી બંધ રહે છે.

થોડા વર્ષો પહેલા તો અહીંયા કોઈ વિકાસ નહોતો પરંતુ હાલ આ વિસ્તાર રહેણાંક વિસ્તાર બની ચૂક્યો છે. સ્થાનિકો રાત્રે ચાલવા નીકળે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી આ સ્ટ્રીટ લાઈટના પોલ પૈકી અમુક પોલ પર જંગલી વનસ્પતિ વેલોએ કબ્જો જમાવ્યો છે. તો ક્યાંક આ પોલ પરના લાઈટના બલ્બ જ ગાયબ થઈ ગયા છે. મેન્ટેનન્સના અભાવે આ સ્ટ્રીટ લાઈટના પોલ હાલ શોભાના ગાઠીયા સમાન ઉભા છે. તંત્ર દ્વારા અહીંયા આ બાબતે ધ્યાન આપવામાં આવે અને સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો