દુર્ઘટના:ગુતાલ બ્રિજ પરની રેલિંગ સાથે અથડાતા ટ્રક નીચે પડતા અટકી, ટ્રક અમદાવાદથી અંકલેશ્વર જતી હતી

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક નીચે પડતા અટકી જતાં જાનહાની ટળી, ડ્રાઇવર નશાની હાલતમાં હતો

નડિયાદ પાસેથી પસાર થતા ને.હા.નં.48 પર આજે બપોરે ગમખ્વાર ઘટના બનતા અટકી ગઈ. અમદાવાદથી ઇન્દોર તરફ જઈ રહેલી ટ્રક નં એપી.28.ટીડી.1679 ના ચાલકે નશાની હાલતમાં પુર ઝડપે ટ્રક હંકારતા ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ આવી ગઈ હતી. એટલે થી ન અટકતા ટ્રક સીધી બ્રિજની રેલિંગ સાથે અથડાઈ ને ઉભી થઈ ગઈ હતી. જેના કારણે 30 ફુટ બ્રીજ પરથી ટ્રક નીચે પડતા અટકી ગઈ હતી.

સમગ્ર ઘટનામાં સારી બાબત એ રહી કે ઘટના સમયે બ્રીજની ઉપર કે બ્રીજની નીચેથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતુ. જેના કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી. અકસ્માતને પગલે ટ્રકના ડ્રાઈવર ને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી, જેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી. ડ્રાઈવરનું નામ પુનારાવ નાગસરા, રહે. આંધ્રપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ તો ડ્રાઈવર કંડકટર ની પુછ પરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...