તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહેલા ટ્રેઇલરના ચાલકને ઝોકું આવી જતાં, ટ્રેઇલર રોડ સાઇડની રેલિંગ તોડીને 30 ફુટ નીચે પડ્યું હતું. આ અકસ્માતમાં ટ્રેઇલરનો ચાલક કેબિનમાં ફસાઇ ગયો હતો. અકસ્માતને પગલે હાઇવે પેટ્રોલીંગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકનું રેકસ્યુ ઓપરેશન કરીને, કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી, સારવાર અર્થે ખસેડ્યો હતો.
મહેમદાવાદ નજીક અમદાવાદ- વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રેલર રેલીંગ તોડીને 30 ફુટ નીચે પટકાતા કેબીનના ફુરચે ફુરચા નીકળી ગયા હતા અને કેબીનમાં ડ્રાઇવર ફસાઇ જવા પામ્યો હતો. જેને સ્થાનિક લોકોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. જોકે, ફાયર બ્રિગેડના સ્ટાફે કટરથી કેબીનના પતરા કાપી ફસાયેલા ડ્રાઇવરને સહી સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.