નગરપાલિકાની નિષ્ક્રિયતા:નડિયાદ સંતરામ માર્ગ પર વેપારીઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા વકરી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓએ દુકાન બહાર સામાન મુકી જગ્યા રોકે છે, પાલિકા કાર્યવાહી કરશે?

નડિયાદ શહેરના હાર્દ્સમાં આવેલા વિસ્તારો દબાણથી ભરચક બન્યા છે. નગરપાલિકાની નિષ્ક્રિયતાને પગલે બસ સ્ટેન્ડથી સંતરામ રોડ તરફની દુકાનોના વેપારીઓ દ્વારા છેક રોડ સુધી સામાન મુકી દેવાયો છે. વળી, દુકાનોની બહાર રોડ પર વાહનો પણ પાર્કિંગ કરાયેલા હોય છે. પરીણામે દિવસ દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. તેમ છતાં નડિયાદ નગરપાલિકા દ્વારા અહીં કોઈ પણ કાર્યવાહી કરાતી નથી.

પારસ સર્કલથી સંતરામ રોડ થઈ બસ સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી સરદાર બાવલે થઈ સંતરામ તરફ જતો દાંડી રોડ શહેરના હાર્દસમાં આવેલો છે. બાવલાથી સંતરામ તરફનો વન-વે પર અને બસ સ્ટેન્ડથી સંતરામ રોડ તરફ‌ જતા આવેલી દુકાનોના વેપારીઓ દ્વારા પોતાની દુકાનોની બહાર છેક રોડને અડોઅડ દુકાનનો સામાન મુકેલો હોય છે.

આ દબાણના કારણે ત્યાં ખરીદી માટે આવતા વાહનચાલકો પોતાના વાહન રોડ પર મુકતા હોય છે. ત્યારે રોડની સ્પેસ ઘટી જાય છે અને દિવસ દરમિયાન બસો, રીક્ષાઓ અને અન્ય વાહનચાલકો અહીંથી પસાર થાય ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. નગરપાલિકા દ્વારા આ દુકાનદારો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ રોડ પરથી મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોય છે. ત્યારે ટ્રાફિક ન સર્જાય તે હેતુસર પાલિકા દ્વારા ચોક્કસ કાર્યવાહી કરાય તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...