• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The Total Number Of Non stop Districts Of Koro In Nadiad Crossed 2500; 15 Positive Patients Were Reported In Nadiad And 24 In The District

કોરોનાનો કહેર:નડિયાદમાં કોરોના નોન સ્ટોપ જિલ્લાનો કુલ આંક 2500ને પાર; નડિયાદમાં 15 અને જિલ્લામાં 24 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના દર્દીઓનો કુલ આંક 2500 ને પાર જતો રહ્યો છે. સૌથી વધુ 15 કેસ નડિયાદ શહેરમાં અને જિલ્લામાં 24 દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 3 દર્દીઓના મોત નીપજ્યા છે.

નડિયાદ શહેરના જે.કે.પાર્કમાં રહેતા 55 વર્ષના મહિલા, સુભાષનગરમાં 63 વર્ષના વૃધ્ધ, વ્હોરવાડમાં 77 વર્ષના વૃધ્ધ, સાગર કૃપા સોસાયટીમાં 44 વર્ષના આધેડ, વસંત વિહાર સોસાયટીમાં 38 વર્ષના મહિલા, કિશન સમોસાના ખાંચામાં તિર્થભૂમિ સોસાયટીમાં 32 વર્ષના યુવક, શિવ શક્તિ સોસાયટીમાં 52 વર્ષના આધેડ, મઢી ચકલામાં 57 વર્ષના મહિલા, યશ એવન્યુમાં 30 વર્ષના યુવતી, સાધના સોસાયટીમાં 46 વર્ષના આધેડ, શિવાંગીની સોસાયટીમાં 46 વર્ષના આધેડ, દેવાદવાળા ફળિયામાં 55 વર્ષના આધેડ, કમલેશ પાર્ક સોસાયટીમાં 53 વર્ષના આધેડ, જય મહારાજ સોસાયટીમાં 44 વર્ષના મહિલા, સૂરજબા પાર્ક સોસાયટીમાં 40 વર્ષનો યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટી આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ઠાસરા તાલુકામાં 4, મહેમદાવાદ તાલુકામાં 3 તેમજ કપડવંજ અને ખેડામાં કોરોનાના એક-એક દર્દીઓ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...