તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડામાં વધુ 1 કોરોના કેસ કુલ આંક 10,410 પહોંચ્યો, જિલ્લામાં હવે માત્ર 6 દર્દી દાખલ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં આજે વધુ 1કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 10,410 થયો છે. જે પૈકી 10,356 ને રજા આપી દેવાઈ છે. હવે જિલ્લામાં માત્ર નડિયાદ સિવિલ અને એક ખાનગી હોસ્પિટલમાં 4 દર્દી અને હોમ આઈસોલેશનમાં 2 એમ કુલ મળી 6 દર્દી સારવાર હેઠળ છે. જિલ્લામાં આજે વધુ 1011 કોરોના સેમ્પલ લેવાયા છે, જેના રીપોર્ટ પેન્ડીંગ છે.

ખેડા જિલ્લામાં આજે વેક્સીનેશન બંધ રહ્યુ હતુ. જિલ્લામાં કોરોના વેક્સીનેશન બંધ રહેતા લોકો રસીથી વંચિત રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જ્યાં કોરોનાનું જોર ઘટ્યુ છે. ત્યાં હવે જિલ્લામાં પણ કોરોનાની પકડ સખત રીતે નબળી પડી છે. જુલાઈ માસના 7 દિવસમાં માત્ર 4 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થતા હવે માત્ર 6 દર્દી જ દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...