તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના નવા 9 દર્દીઓ સાથે કુલ આંક 2234 પર પહોંચ્યો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લામાં કોરોનાના નવા 9 દર્દીઓ સાથે કુલ આંક 2234 પર પહોંચ્યો

આણંદ જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 9 કેસ નોંધાતાં સૌથી વધુ આણંદ શહેરમા 4 દર્દીઓ જ્યારે બોરસદ અને પેટલાદમાં 2-2, ઉમરેઠ 1 કેસ નોધાયા છે. આમ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 2234 પર પહોચી જવા પામ્યો છે.આમ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાની ગતિ મંદ પડતાં આરોગ્ય વિભાગ પણ હાશકારો અનુભવી રહી છે.

આણંદના ગોવર્ધન ફ્લેટમાં 49 વર્ષીય મહિલા, ધારાનગરી રોડ વિસ્તારમાં 50 વર્ષના આધેડ, વિદ્યાનગર-કરમસદ રોડ પાસે રહેતાં 69 વર્ષના વૃદ્વા, તેમજ આણંદ-જીટોડીયા રોડ પર આવેલા લક્ષ ડ્રીમ વીલેજ સોસયટીમાં 56 વર્ષના આધેડ, તેમજ બોરસદના તોરણાવ માત વિસ્તારની જડાબા સોસા.માં 73 વર્ષના પુરુષ અને નિસરાયાના ભોઈવાસમાં 24 વર્ષની યુવતી, ઉમરેઠના લાલ દરવાજા પાસે રહેતાં 62 વર્ષના વૃદ્વા તેમજ પેટલાદ સરકારી વસાહતમાં 30 વર્ષના પુરુષ, પેટલાદના વદલા ગામે 49 વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો.

આ ઉપરાંત જિલ્લામાં મંગળવારે 38 દર્દીઆેએ કોરોના હરાવીને ઘરે પરત ફર્યા છે. જયારે 44 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 16 દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. જ્યારે 28 દર્દીઆે જિલ્લાની જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. તંત્ર દ્વારા મંગળવારે વધુ 840 સેમ્પલ લઇને સારવાર અર્થે મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો