તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:થિયેટર ઉદ્યોગને હજી માત્ર 20 ટકા પ્રેક્ષકો જ મળી રહ્યા છે

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોવિડ નિયમોના ચુસ્ત પાલન સાથે થિયેટર શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી. - Divya Bhaskar
કોવિડ નિયમોના ચુસ્ત પાલન સાથે થિયેટર શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી.
 • 3 મહિનાથી થિયેટરો શરૂ થયા પણ પ્રેક્ષકો આવતાં જ નથી
 • નવું પિક્ચર રિલીઝ થાય તો પણ પ્રેક્ષકો આવતાં ડરે છે

કોરોના બાદ દેશભરમાં થિયેટરો બંધ થયા હતા. ગુજરાતમાં 15 મી ઓક્ટોબરથી કોવિડ નિયમોના ચુસ્ત પાલન સાથે થિયેટર શરૂ કરવાની મંજુરી આપવામાં આવી હતી.જોકે, 2 મહિના બાદ પણ માંડ 20 ટકા પ્રેક્ષકો જ થિયેટરમાં જઇ રહ્યા છે. લોકડાઉનમાં બંધ કરાયેલા થિયેટરો 15 ઓક્ટોબરથી શરૂ થયા છે. જોકે, હજી સુધી માંડ 20 ટકા પ્રેક્ષકો જ મૂવી જોવા માટે થિયેટર સુધી પહોંચી રહ્યા છે. મલ્ટીપ્લેક્સના મેનેજરના જણાવ્યાનુસાર, 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી અમારી પાસે કોઇ નવા પિક્ચર દર્શાવવા માટે ન હોવાથી અમે જૂના પિક્ચર ઓનસ્ક્રીમ કર્યા હતા.

જે તે સમયે માંડ અમને 10 ટકા પ્રેક્ષકો મળતાં હતા. 15 મી નવેમ્બરથી લઇને 15 ડિસેમ્બર સુધીમાં આ પ્રેક્ષકોની ટકાવારી 15 ટકા સુધી પહોંચી હતી. જોકે, ડિસેમ્બરમાં નવી ફિલ્મો રિલીઝ થયા બાદ હાલમાં 20 ટકા પ્રેક્ષકો થિયેટરમાં આવી રહ્યા છે. જાન્યુઆરી 2021 માં મોટી ફિલ્મો રિલીઝ થશે જેથી આ આંક 50 ટકા સુધી પહોંચવાની આશા છે.

મેગા સીટીમાં સ્થિતી સામાન્ય થવા લાગી છે
આ બાબતે થિયેટર ચેઇનના મેનેજર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 મી ઓક્ટોબરથી થિયેટર શરૂ થયા બાદ, પ્રેક્ષકો મળતાં ન હતા. ગુજરાતમાં હજી પ્રેક્ષકો પહેલાં જેટલા ન આવતાં, પરંતુ આગામી સમયમાં મોટી સ્ક્રિન માટે સારા પિક્ચર આવવાના છે. જેથી પ્રેક્ષકો થિયેટર સુધી આવશે તેવી આશા છે.

ઓનલાઇન મુવિની અસર થિયેટરના બિઝનેસ પર
ઓનલાઇન રિલીઝ થઇ રહેલી સિરીઝ યુવાઓને આકર્ષી રહી છે. જોકે, આને કારણે થિયેટરને નુકસાન થઇ રહ્યું છે. પરંતુ જે નિર્માતા પોતાની મૂવીને બિગ સ્ક્રીન પર રજૂ કરવાની કિંમત સમજે છે તેઓ તેને થોડી રાહ જોઇને બીગ સ્ક્રિન પરજ રિલીઝ કરશે. સામાન્ય રીતે ઓનલાઇન રિલીઝ કરવાથી માત્ર નિર્માતાને જ ફાયદો થાય છે, ઇન્ડસ્ટ્રીને નહીં. જો નિર્માતા પહેલાં બીગ સ્ક્રીન પર મૂવી રિલીઝ કરે તો તેને થિયેટર, બાદમાં ઓનલાઇન અને છેલ્લે ટેલિવિઝન એમ ત્રણ માધ્યમથી નફો થાય અને નિર્માતાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ થાય.

થિયેટરો શરૂ થશે તો અનેક લોકોને રોજગારી મળશે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમ અનેક લોકોને રોજગારી મળે છે, તે જ રીતે થિયેટરમાં પણ મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે. ખાણીપીણી, ઇનહાઉસ સ્ટાફ, સિક્યુરીટી, વેન્ડર્સ સહિત કેટલાક લોકોને થિયેટરો શરૂ થાય તો રોજગારી પરત મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો