• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • The System Was Running Following The Order Of The State Fire Department To Cut Off Water And Sewerage Connections In Nadiad.

હુકુમ:નડિયાદમાં પાણી-ગટરના કનેક્શનો કાપવા રાજ્ય ફાયર વિભાગના આદેશને પગલે તંત્ર દોડતું થયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડીંગોમાં ફાયરની પુરતી સેફ્ટી ન હોવાને પગલે કાર્યવાહી કરવા પહોંચેલી પાલિકાનો પનો ટુંકો પડ્યો
  • કનેક્શનો કાપ્યા હોવાનો ચીફ ઓફીસરનો દાવો

નડિયાદના 6 બિલ્ડીંગોમાં પાણી અને ગટરના કનેક્શનો કાપવાના મુદ્દે પાલિકામાં કુતુહલ સર્જાઈ હતી. રાજ્ય ફાયર વિભાગે 6 બિલ્ડીંગોમાં ફાયરની પુરતી સેફ્ટી ન હોવાને પગલે કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. ત્યારે સ્થળ પર કનેક્શનો કાપવા ગયેલા પાલિકાના કર્મીઓનો પનો બિલ્ડરો સામે ટુંકો પડ્યો છે. બીજીતરફ ચીફ ઓફીસરે કનેક્શનો કાપ્યા હોવાની વાતનું રટણ કર્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નડિયાદના લાલવાણી એમ્પાયર, પ્લેટીનમ પ્લાઝા, પ્રાઈમ સ્કેવર, બેવર હિલ્ક આર્ક, કર્મવીર સિલ્વર સાઈટ અને અલમદીના એપાર્ટમેન્ટમાં ફાયરની પુરતી સુવિધાઓ ન હોવાથી રાજ્યના ફાયર વિભાગે આ ઈમારતોમાં ગટર, પાણી અને વીજ પુરવઠાના કનેક્શનો કાપી લેવા આદેશ કર્યા હતા. જેના પગલે ફાયર વિભાગના કર્મીઓ બપોરથી જ પાલિકાના ધક્કે ચઢ્યા હતા. ટાઉન પ્લાનિંગ એન્જીનિયરની આગેવાનીમાં ચીફ ઓફીસરે કનેક્શનો કાપવા ટીમ રવાના કરી હતી. જો કે, કાર્યવાહીના સ્થળ પર ક્યાંય એન્જીનીયર હાજર દેખાયા નથી.

શ્રેયસ ગરનાળા પાસે આવેલા લાલવાણી એમ્પાયર્સમાં પહોંચેલા ફાયર વિભાગના કર્મીઓ બિલ્ડર સાથે મુલાકાત કરી પરત ફર્યા હતા. જ્યારે બિલ્ડરે પોતે નગરપાલિકામાં અડીંગો જમાવી કાર્યવાહી ન થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જેના પગલે સ્થળ પર પહોંચેલી ટીમો કાર્યવાહી કર્યા વગર જ પાછી ફરતી દેખાઈ હતી. જો કે, ચીફ ઓફીસર દ્વારા તમામ બિલ્ડીંગોમાં કાર્યવાહી કરી હોવાનો દાવો કરાયો છે.

લાલવાણી એમ્પાયર્સમાં સાધનો શોભાના ગાંઠીયા સમાન
શ્રેયસ ગરનાળા પાસે આવેલા લાલવાણી એમ્પાયર્સ બિલ્ડીંગમાં ફાયરના સાધનો દેખાઈ રહ્યા છે. પરંતુ તે માત્ર દેખાડ પુરતા જ હોવાથી તપાસ દરમિયાન યોગ્ય ન જણાતા તેમના બિલ્ડીંગમાં પણ કનેક્શનો કાપવા આદેશ થયા છે.

તમામ જગ્યાએ કાર્યવાહી કરાઈ છે
કોઈ કામગીરી બંધ રહી નથી. સીલ મારી દેવાયા છે. ટીમ દ્વારા મને ફોટા મોકલવામાં આવ્યા છે. એટલે તમામ જગ્યાઓએ કાર્યવાહી કરાઈ છે. - રૂદ્રેશ હુદળ, ચીફ ઓફીસર

અન્ય સમાચારો પણ છે...