તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં રોષ:ખેડાના બે તાલુકાના 5 હજારથી વધુ ખેડૂતોને વીજળી આપવામાં તંત્ર નિષ્ફળ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.જી.વી.સી.એલની કામગીરીથી ચૂંટાયેલી પાંખ નારાજ
  • કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને વીજળી ન અપાતા ખેડૂતોમાં રોષ

ખેડા જિલ્લા માં એમ.જી.વી.સી.એલ.ની કામગીરી થી ચૂંટાયેલ પદાધિકારીઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. આજરોજ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ એમ.જી.વી.સી.એલ અને ચૂંટાયેલા પદાધિકારીઓની મીટીંગ દરમ્યાન પદાધિકારીઓના વણઉકલ્યા કામોના પ્રશ્નો રજૂ થયા હતા. દરમિયાન પીજ તાલુકા પંચાયત અને સંધાણા જિલ્લા પંચાયતના સભ્યો એ રજૂઆત કરી હતી કે કિસાન સૂર્યોદય યોજના નું લોન્ચિંગ થયા બાદ તેમના વિસ્તારના 3000 થી વધુ ખેડૂતો ને તેનો લાભ મળ્યો નથી. વસો તાલુકાના પીજ ખાતે 18 જાન્યુઆરીના રોજ યોજના નું લોન્ચિંગ કર્યા બાદ બીજા દિવસથી 22 ગામના ખેડૂતોને વીજળી આપવાનો વાયદો કરાયો હતો.

પરંતુ માત્ર પેટલી ગામને બાદ કરતા અન્ય કોઇ ગામના ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો નથી. આજ સ્થિતિ સંધાણા ની પણ છે. સંધાણા સીટના જિલ્લા પંચાયત સભ્ય હસમુખભાઈ એ જણાવ્યું હતુ કે તેમના 9 ગામમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત લાઈટ આપવાનો વાયદો હતો, જેમાંથી 50 ટકા ખેડૂતો ને હજુ યોજનાનો લાભ મળ્યો નથી. ગળતેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ રીપલબેન પટેલે લેખિત રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયત ના ગૌચર, ખરાબા, સરકારી પડતર કે અન્ય પ્રકારની ગ્રામપંચાયતની સીમમાં વીજ કંપની દ્વારા મંજૂરી વગર થાંભલા નાખી દેવાય છે.

પછી જ્યારે ગ્રામપંચાયતને તે જગ્યા ઉપયોગ માટે લેવામાં થાંભલા નડતર રૂપ થાય ત્યારે વીજ કંપની દ્વારા થાંભલા ખસેડવાના ચાર્જ વસુલ કરવામાં આવે છે જે અયોગ્ય છે. જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નૈના બેન પટેલ, માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, અને એમ.જી.વી.સી.એલના અધિકારીની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...