તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશંકા:સોનારકુઇમાં આધેડનો મૃતદેહ 4 દિવસ બાદ શોધવામાં તંત્ર નિષ્ફળ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૂવા એકબીજા સાથે કનેક્ટેડ હોવાથી આધેડ અંદર ખુંપ્યો હોવાની આશંકા

નડિયાદ તાલુકાના સોનારીકૂઇમાં કૂવામાં પડેલા આધેડનો મૃતદેહ 4 દિવસ બાદ પણ કૂવામાંથી બહાર કાઢી શકાયો નથી. સ્થાનિક તંત્ર દ્વારા પરિવારજનોને મૃતદેહ બહાર કાઢી આપવા માટે પણ કોઇ મદદ કરવામાં ન આવતાં, પરિવારજનો પણ હિંમત હારી ગયા છે. પાંચ કૂવા એકબીજા સાથે કનેક્ટ હોવાથી નીચે પાણીના વહેણને કારણે આધેડ તણાઇ ગયા હોવાની અથવા ફસાઇ ગયા હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નડિયાદ શહેરના સોનારીકૂઇ વિસ્તારમાં રહેતા ઠાકોરભાઇ પરમાર (ઉ.વ.47) ચાર દિવસ પહેલાં રક્ષાબંધનના દિવસે સવારે બહેન પાસે રાખડી બંધાવ્યા બાદ, ઘરની પાસે જ આવેલા કૂવાની પાળીએ બેઠાં હતા અને અચાનક જ કૂવામાં પડી ગયા હતા. ઠાકોરભાઇ કૂવામાં પડ્યા બાદ પરિવારજનો દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

જોકે કૂવો ઉંડો હોવાથી રેસક્યુ માટે આણંદ તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ પણ કૂવામાંથી ઠાકોરભાઇ ન મળી આવતાં પરોઢીયે ફાયર બ્રિગેડની ટીમ રવાના થયા બાદ, પરિવારજનોએ તેમની રીતે સ્થાનિક તરવૈયાઓની મદદ લઇને શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમાં પણ સફળતા ન મળતાં, પરિવારજનો દ્વારા કૂવો ઉલેચવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 5 કૂવા એકબીજા સાથે કનેક્ટેડ હોવાથી, પાણીના વહેણને કારણે કૂવો ખાલી કરવો પણ શક્ય નહોતો. જેથી પરિવારજનોએ ઠાકોરભાઇ કૂવામાં ક્યાં ફસાયા છે તે જોવા માટે કેમેરા ઉતારીને તપાસ કરી હતી. 43 થી 45 ફુટે પાણી બાદ નીચે 20 ફુટ જેટલો કાદવ હોવાથી ડહોળા પાણીને કારણે કેમેરામાં પણ કાંઇ સ્પષ્ટ દેખાયું ન હતું. જોકે પરિવારજનોના જણાવ્યાનુસાર, કૂવા એકબીજા સાથે કનેક્ટ હોવાથી બે કૂવાની વચ્ચેના ભાગમાં તેઓ ફસાઇ ગયા હોઇ શકે તેવી આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...