તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પૈસા કેમ નથી આપતી કહી માતાને પુત્રએ લાફા ચોઢી દીધા

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસીના ઘરે જવાનું કહી બાઇક પર લઇ ગયો હતો

નડિયાદના ચુંથાપુરા ગામે માસીના ઘરે લઇ જવાનું કહીને માતાને લઇને નીકળેલા પુત્રએ ગામ નજીક બાઇક રોકીને માતાને તું પૈસા કેમ નથી આપતી તેમ કહીને અપશબ્દો બોલી, લાફો ઝીંકી દીધો હતો. નડિયાદના મંજીપુરામાં રહેતા મીનાક્ષીબેન મકવાણાને તેમના દીકરા જીક્સુ ઉર્ફે જીગોએ ચુંથાપુરા માસીના ઘરે જઇને આવીએ તેમ કહેતાં, બહેનને મળવા જવા માટે મીનાક્ષીબેન તૈયાર થયા હતા. જીક્સુ બાઇક ઉપર માતાને બેસાડીને ચુંથાપુરા નજીક પહોંચ્યા બાદ જીક્સુએ તું મને પૈસા કેમ નથી આપતી ? તેમ કહીને માતાને લાફો ઝીંકી દીધો હતો. ઉપરાત જીક્સુએ માતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને રવાના થઇ ગયો હતો. આ મામલે પોલીસે માતા ફરિયાદના આધારે પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...