તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથાપાઈ:મકાન નામે કરવાની ના પાડતી માતાને પુત્રએ મારી, માતાની ફરિયાદના આધારે કાર્યવાહી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના રાજેન્દ્રનગરમાં રહેતા કૈલાશબેન શિવાભાઇ વણકર (ઉ.વ.62) ને સંતાનમાં 3 દીકરા અને બે દીકરી છે. બે વર્ષ અગાઉ કૈલાસબેનના પતિનું અવસાન થયું હતું. હાલમાં જે મકાનમાં કૈલાસબેન પોતાના પુત્ર અને પુત્રી સાથે રહે છે તે મકાન કૈલાસબેનના નામે છે.

મંગળવારે કૈલાસબેનના દીકરા ધર્મેન્દ્રએ મકાન પોતાના નામે કરી આપવાનું કહેતાં, હું જીવું છું ત્યાં સુધી આ મકાન કોઇના નામે કરવાનું નથી, તેવું કહેતાં જ ધર્મેન્દ્ર ઉશ્કેરાઇ ગયો હતો. માતા સાથે બોલાચાલી કરી, આવેશમાં આવીને ધર્મેન્દ્રએ માતા કૈલાશબેનને લાકડીની ઝાપોટ મારી દીધી હતી. આ સમયે કૈલાશબેને બૂમાબૂમ કરતાં તેમની દીકરી અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને કૈલાશબેનને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ધર્મેન્દ્ર શીવાભાઇ વણકર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...