તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:મારી પત્નીને કેમ મોકલતાં નથી તેમ કહી જમાઇએ ધમકી આપી

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિની મારપીટથી કંટાળી પરિણીતા પિયર આવી ગઇ

નડિયાદ શહેર નજીકના મનજીપુરામાં રહેતાં શખસે તેની પત્નીને કેમ મોકલતાં કહી સાસરીએ જઇ ઝઘડો કરી મારામારી કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નડિયાદમાં જીવન વિકાસ સ્કૂલ પાછળ, આશ્રમ ચાલીમાં રહેતાં અનીતાબેન સદાશીવ અન્નપાએ નડિયાદ શહેર પોલીસમથકમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીની દીકરી કિંજલબેનએ પાંચેક માસ અગાઉ રાહુલ ગોવિંદભાઇ પરમારની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. દરમિયાનમાં પુત્રી કિંજલબેનને તેનો પતિ રાહુલ પરમાર દારૂ પીને ઝઘડો કરી અપશબ્દો બોલી મારઝૂડ કરતો હોઇ કિંજલબેન તેના પિયર પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. દરમિયાનમાં જમાઇ રાહુલ ગોવિંદભાઇ પરમારે ઘરે આવી તમે કેમ કિંજલને મારી સાથે મોકલતાં નથી તેમ કહી મારપીટ કરતાં છોડવવા વચ્ચે પડેલાં ફરિયાદી અનીતાબેન તથા પુત્રી કિંજલબેન અને પુત્ર રાકેશને ગડદાપાટુનો માર મારવા ફરી વળ્યો હતો અને તમે કિંજલને મારી સાથે નહીં મોકલો તો તમોને મારી નાખીશ અને હું જાતે પણ મરી જઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે રાહુલ ગોવિંદભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...