તપાસ:માટી ઉડતાં પાકને નુકસાન થાય છે તેમ કહેતાં માર માર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા પોલીસની બે સામે ગુનો નોંધી તપાસ

ખેડાના ચલીન્દ્રા દરબારવાસમાં રહેતા ગણપતભાઇ રાવલ ખેતરમાં કરેલ કાકડીના પાકને સાચવવા ટ્રેક્ટર લઈને જતા હતા. તે સમયે એક ડમ્ફર પસાર થતા તેને ઉભૂ રાખી કહેલ કે તમે અહીથી ડમ્પર લઇને જાવ છો તો માટી બહુ ઉડે છે,અને અમારા પાકને નુકસાન થાય છે,તેથી પાણી છંટાવો. તે સમયે લાલાભાઇએ આવી ગાળો બોલી ડમ્ફરના ચાલકને કહેલ કે તુ ડમ્પર ચઢાવી દે હું બેઠો છુ,

વળી ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા. તે સમયે નજીકમાં રહેલ ગણપતભાઇનો દિકરો અને ભત્રીજો છોડાવવા આવતા તેની સાથે ઝપાઝપી કરી લાકડી મારી હતી. એટલે થી ન અટકતા કહેલ કે હવે પછી ડમ્પર રોકીશ તો જાનથી મારી નાખીશું. આ અંગે ગણપતભાઇએ ખેડા પોલીસ બે ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...