તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માતરમાંથી તસ્કરો અડધા લાખની મત્તા ચોરી ગયાં

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડધા લાખના દાગીનાની મત્તા ચોરી

માતરના મરાલા ગામે રહેતા ખેડૂત પરિવારમાં મધરાતે ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં ઘુસી તિજોરીમાં રાખેલા અડધા લાખના દાગીનાની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે વ્હેલી સવારે પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

મરાલા ગામે રહેતા અને ખેતીકામ તેમજ જેસીબી વડે કાર્ટીંગનું કામ કરતાં ભુપેન્દ્રભાઈ રતીલાલ પટેલ 8મી ફેબ્રુઆરીની રાત્રે પોતાના પરિવાર સાથે મકાનના બીજા માળે સુતા હતા. તે દરમિયાન મકાનના નીચેના માળે તાળુ માર્યું હતું. આ તાળુ કોઇ અજાણ્યા શખસો તોડી અંદર પ્રવેશ કરી બેઠકરૂમમાં રહેલી તિજોરી ખુલ્લી જોવા મળી હતી. આ ઉપરાંત સામાન પણ વેરવિખેર હતો. તિજોરીમાં તપાસ કરતાં તેમાંથી ચાંદની બંગડી, ચાંદીના પાટલા, સોનાનું મંગળસુત્ર સહિત કુલ રૂા.52,000ની મત્તા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે માતર પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો