જનજાગૃતિ:નડિયાદમાં નશાબંધી આબકારી ખાતા દ્વારા જનજાગૃતિ અર્થે શાળામાં માર્ગદર્શન અપાયું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલના વિદ્યાર્થીઓને નશા મુક્ત રહેવા માટેનું ર્ગદર્શન અપાયું

દેશમાં અત્યારે યુવાધન નશા તરફ ધકેલાયા રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ દેશમાં ડ્રગ્સ લેનારાની સંખ્યામાં વધારો થયો છે. આજનું યુવાધન વ્યસનના અવળા માર્ગે વળી રહ્યું છે. જેને બચાવવા રાજ્ય સરકારે શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ વ્યસનના કૂટેવથી દૂર રાખવા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે. ખેડા જિલ્લાના નશાબંધી આબકારી ખાતા દ્વારા આજે જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં એન. ઈ. એસ. શાળાની અંદર એક કાર્યક્રમ યોજ્યો છે.

નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ ન્યુ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં બુધવારના રોજ ખેડા-નડિયાદ નશાબંધી આબકારી ખાતા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના નિયામક હાજર રહ્યા હતા. તેઓએ સ્કૂલના વિદ્યાર્થીઓને નશા મુક્ત રહેવા માટેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું. અને તેમની સાથે અન્ય મહેમાન તરીકે નશાબંધી ખેડાના સુપ્રિટેન્ડેન્ટ અમીતાબેન પટેલ તથા ન્યુ ઈંગ્લીશ સ્કુલ ડિરેક્ટર કેવલ પટેલ તેમજ મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાને જણાવ્યું હતું કે આજની જનરેશન નશાની બદી તરફ જઈ રહ્યું છે. આવા કિસ્સાઓ દિનપ્રતિદિન સમાજમાંથી સામે આવી રહ્યા છે. આ સંદર્ભે દેશના યુવાનો અને ખાસ કરીને શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ અંગે જાણકારી આપવા અને આ વ્યસનથી દૂર રાખવા એક સુંદર પ્રયાસ કરાઈ રહ્યો છે. જેમાં આ ખાતા દ્વારા આ અભિયાન અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...